Social Media Utility

WhatsApp નું નવું ફીચર – હવે તમારા મેસેજ કોઈ વાંચી જશે તેનો નહીં રહે ડર

whatsapps disappearing message feature

  • આ ફીચરને ઓન કરવાથી મેસેજ ગાયબ થઈ જશે
  • એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પણ કરી શકશે ઉપયોગ

Whatsapp ના નવા ફીચરને ઓન કરવાથી મેસેજ ગાયબ થઈ જશે. આ ફીચરનો ઉપયોગ યુઝર ક્યારેય પણ કરી શકે છે પરંતુ આ ફીચર સાથે કસ્ટમાઈઝ કરવાનો કોઈ જ ઓપ્શન આપવામાં આવ્યો નથી. આ ફીચરને એક વાર ઓન કર્યા બાદ આવનારા બધા મેસેજ 7 દિવસ પછી જાતે જ ગાયબ થઈ જશે.

એનો મતલબ એ છે કે યુઝર્સને આ ફીચર ઓન કર્યા બાદ મેસેજ ડિલીટ કરવાનો કે ટાઈમ સેટ કરવાનો કોઈ ઓપ્શન મળશે નહી. આ ફીચરને વન-ઓન-વનની સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાશે, પરંતુ ગ્રુપ માટે આ ફીચરનો ઉપયોગ ઓન્લી એડમિન જ કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Advertisement

જો તમે આ ફીચરનો યુઝ કરવા માંગો છો તો તમારે વૉટ્સઍપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. ફીચર ઓન કર્યા બાદ સામેવાળી વ્યક્તિ તેને ડિસેબલ પણ કરી શકે છે.

વૉટ્સઍપના આ ફીચર સાથે કેટલીક સીમાઓ પણ છે. રિપોર્ટ અનુસાર જો તમે 7 દિવસ સુધી મેસેજ નહી ખોલો તો તે મેસેજ ઓટોમેટિક ગાયબ થઈ જશે. પરંતુ જો તમે નોટીફીકેશન પેનલ ક્લિયર નથી કર્યુ તો તમે ત્યાં મેસેજ જોઈ શકશો.

જો તમે કોઈને મેસેજ ફોરવર્ડ કરેલો છે અને તેણે આ ફીચર ઓફ રાખ્યુ છે તો ત્યાં તમારો મેસેજ સેવ જ હશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment