Gujarat News

બ્રેકિંગ / કોરોનાના કેસ વધતા 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ નહિ થાય

School and Colleges not open 23 november in Gujarat

  • આગામી 23 નવેમ્બરે નહીં શરુ થાય શાળા-કોલેજો
  • પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને લઈ આ નિર્ણય લીધો છે
  • ધો 9 થી 12 અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા હાલ પુરતી શાળા -કોલેજો શરુ નહિ થાય. રાજ્ય સરકારે પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને લઈ આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં શાળા ખોલવાને લઇને શિક્ષણમંત્રીની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આગામી સમયમાં આ અંગે રાજ્ય સરકાર નવી તારીખ જાહેર કરશે.

આ પણ વાંચોઆવતીકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યૂ

23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાત વાલી મંડળ દ્વારા આ અંગે નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

Advertisement

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment