રાજસ્થાનમાં આવેલું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં (Mount Abu) પારો શુન્ય સુધી પહોંચી ગયો છે.
ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. એની અસર રાજસ્થાનમાં ખાસ જોવા મળી રહી છે.
બુધવારે રાત્રે થયેલા વરસાદ બાદ તાપમાન માં ઘટાડો થવાની સંભાવના છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીની વધારે અસર આબુમાં જોવા મળી શકે છે.
જોકે ઠંડીમાં ટુરિસ્ટ (Tourist) માટે વાતાવરણ ઘણું આહલાદક હોય છે, જેથી ઠંડીમાં લોકોને ફરવાની પણ મજા આવે છે. એ જોતા અત્યારે માઉન્ટ આબુનું ઘણું પંસંદ આવી શકે છે.
આબુ (Mount Abu ) તેમજ અન્ય જિલ્લામાં પણ ઠંડીની અસર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે ઉદયપુર, સિરોહી, જેસલમેર, બિકાનેર, કોટા, અજમેર, બાડમેર સહીત ઘણા જિલ્લામાં ઠંડી ની અસર જોવા મળી રહી છે.
નવી ગાઈડલાઈન – સંક્રમણ અટકાવવા રાજ્યો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લઈ શકે છે
કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ પર લગાવ્યો પ્રતિબંધ
આ વાતાવરણને કારણે પાટનગર જયપુર સહીત અન્ય જિલ્લામાં પણ વરસાદ પણ પડ્યો હતો.
જેના કારણે ઠંડી હજી પણ વધી શકે છે.
માઉન્ટ આબૂમાં (Mount Abu) ઠંડીથી બરફની રીતસરની બરફની ચાદર જામવા લાગી છે.
વધતી ઠંડી (Cold) થી જન -જીવનને પણ અસર થઇ છે. ત્યારે જે લોકોને ઠંડીમાં ફરવાની માજા માણવી હોય એમના માટે આબુ નું વાતાવરણ પસંદ આવી શકે છે.
આ વખતે રાજસ્થાનમાં નવેમ્બર મહિનાથી જ ઠંડીની અસર જોવા મળી રહી છે.
એવામાં આબુમાં ઠંડીનો પારો શુન્યથી લઈને 1.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
ગુરુવારે અહીં 5 ડિગ્રી નીચું તાપમાન જતું રહ્યું હતું.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment