શિયાળાના સિઝનની શરૂઆત થઇ ગઈ છે. તેથી આ સમયમાં વાળ ખરવાની અને ખોડાની સમસ્યા પણ સામાન્ય રીતે થતી હોય છે.
તેથી જ જો તમે તમારા વાળની ઘરે જ કેર કરવાં માંગો છો તો તમારા શેમ્પુમાં એક વસ્તુ જે ઉમેરી દેશો તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે.
એટલું જ નહીં વાળમાંથી ખોડો પણ દૂર થશે. ખરતા વાળ અટકશે અને સાથે સાથે વાળ સુંદર, મુલાયમ અને ચમકદાર પણ બનશે.
શિયાળામાં સામાન્યતઃ વાળમાં ખોડાની સમસ્યા સતાવતી રહેતી હોય છે.
આવાં સમયમાં જો તમારે ખોડાથી છૂટકારો મેળવવો હોય તો શેમ્પુમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને માથામાં લગાવવો.
લીંબુ વાળા શેમ્પુ વાળમાં 3-4 મિનિટ માટે લગાવી રાખો. આમ કરવાથી વાળમાં આવતી ખંજવાળ, ખોડો અને ફંગસની સમસ્યાની છૂટકારો પણ મળશે.
અમદાવાદ માટે આવ્યા મહત્વના સમાચાર, કર્ફ્યૂ લંબાવાશે કે નહીં?
તમને હેરફોલ એટલે કે ખરતા વાળની સમસ્યા રહેતી હોય તો તમારા રૂટિન શેમ્પુમાં બે ચમચી આંબળાનો રસ મિક્સ કરીને વાળ ધોવા જોઈએ.
તેનાથી વાળ મજબૂત થવાની સાથે સાથે લાંબા કાળા અને ભરાવદાર થશે. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત કરવો જોઈએ.
શેમ્પુ બાદ જો તમારા વાળ એકદમ બરછટ થઈ જાય છે અને તમે તેમાં શાઈન લાવવાં ઈચ્છો છો તો તમે એલોવેરાનો ઉપયોગ કરો. એલોવેરા જેલ કાઢી લો અને તેને શેમ્પુ કર્યા બાદ વાળમાં લગાવી દો. તે બાદ આ એલોવેરા જેલને સામાન્ય નવશેકા પાણીથી ધોઈ દો. તમારા વાળ ચમકદાર બનશે સાથે જ ખોડાની સમસ્યા પણ દૂર થશે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment