Gadgets

Vivo V20 Pro 5G ની કિંમત અને સ્પેસિફિકેશન ડિટેલ લીક

Vivo V20 Pro 5G Price and Specifications leaked in India

વિવો V20 પ્રો 5G (Vivo V20 Pro 5G) ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. જોકે કંપનીએ હાલ કોઈ લોન્ચિંગ ડેટ વિશે માહિતી આપી નથી. ફોનનું પ્રિ-બુકિંગ અવેલેબેલ છે. લોન્ચિંગ પહેલાં જ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન લીક થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, વિવો V20 પ્રો 5Gની કિંમત 30,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

ફોનમાં સિંગલ વેરિઅન્ટ જ હશે હશે, જેમાં 8GB રેમ અને 128GB ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. એક્સટ્રા SD કાર્ડથી એક્સપાન્ડ પણ કરી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ફોનનું લોન્ચિંગ ડિસેમ્બરના ફર્સ્ટ હાફમાં થઈ શકે છે.

પ્રિ-બુકિંગ કરનારા ગ્રાહકોને ICICI બેંક અને બેંક ઓફ બરોડાનાં માધ્યમથી 10% કેશબેક અને સરળ EMI ઓપ્શન મળશે.

Vivo V20 Pro 5G Specification

ફોનનું ભારતીય વર્ઝન પણ ગ્લોબલ વર્ઝનની જેમ જ હોઈ શકે છે. ફોનમાં 6.44 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને ડ્યુઅલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા હોઈ શકે છે.

આ અપકમિંગ ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 2MPનો કેમેરા મળી શકે છે.

કોરોનાની પેટર્ન બદલાઈ – હવે આખા પરિવારને સંક્રમણ થવાના કેસ વધી રહ્યા છે

સેલ્ફી માટે ફ્રન્ટમાં 44MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો વાઈડ એંગલ લેન્સ પણ મળી શકે છે.

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર, તેમજ 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળી શકે છે.

એન્ડ્રોઈડ 11 પર બેઝડ ફનટચ OS 11 પર કામ કરશે.

4000mAhની બેટરી 33 વૉટ ફ્લેશ ચાર્જ સપોર્ટ સાથે મળશે.

સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment