Gujarat News

14 વર્ષનો અનમોલ KBC ની હોટ સીટ પર બેસીને જીત્યો 25 લાખ

14 years student anmol won rupees 25 lakh in kbc

Anmol in KBC – હોટ સીટ પર અનમોલ

Anmol in KBC – મૂળ મધ્યપ્રદેશનો હાલ ગુજરાતના ભરૂચમાં રહેતો અનમોલ ‘કૌન બનેગા કરોડપતિ’ માં 25 લાખ રૂપિયા જીત્યો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ માં 25 લાખ જીતનાર અનમોલને પહેલેથી જ નવું નવું જાણવાનો અને વાંચવાનો શોખ છે.

14 વર્ષનો અનમોલ શાસ્ત્રી (Anmol Shastri) કૌન બનેગા કરોડપતિ જુનિયર શોની હોટ સીટ પર થી 25 લાખ રૂપિયા જીત્યો છે.

Kaun Banega Crorepati 12

બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) અને તેમની સામે બેસવા લોકો ઉત્સુક હોય છે. પરંતુ કરોડોમાં લોકોમાં કોઈક જ નસીબદાર લોકોને મોકો મળતો હોય છે. KBC માં સ્ટુડન્ટ સ્પેશ્યિલ વિકના પહેલા કન્ટેસ્ટન્ટમાં ભરૂચના અનમોલે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નું દિલ જીતી લીધું હતું.

અનમોલ હોટ સીટ પર આવ્યો ત્યારે તેનો શ્વાશ ઝડપી થઈ ગયો હતો ત્યારે અમિતાભ બચ્ચને ઉભા થઈને તેને પાણી પણ આપ્યું હતું. ત્યાર બાદ એક પછી એક અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના તેને આત્મવિશ્વાસ અને અત્યંત સહજતાથી જવાબો આપ્યા હતા.

પરિવારમાં ખુશીનો માહોલ

મૂળ મધ્ય પ્રદેશ અને હાલ ભરૂચની રિલાયંસ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીના પુત્ર અનમોલની આ સિદ્ધિ થી ગુજરાત અને તેના પરિવારમાં ગૌરવ ની લાગણી જોવા મળી હતી. અનમોલ ધોરણ 8માં અભ્યાસ કરે છે. અમિતાભ બચ્ચને અનમોલ ને શ્રીમાન ‘જીજ્ઞાસુ’ નામ આપ્યું હતું અને તેની સાથે ગમ્મત કરતા-કરતા ગેમને આગળ વધારી હતી.

અનમોલે પોતાની યુ-ટ્યુબ ચેનલ વિશે પણ વાત કરી

અનમોલ ગેમ દરમિયાન પોતાની યુ-ટ્યૂબ ચેનલ વિશે પણ જણાવ્યું હતું. અને બચ્ચન સાહેબે ચેનલની પ્રશંસા પણ કરી હતી અને સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવાની ખાતરી પણ આપી હતી. ભવિષ્યમાં અણમોલને ડોક્ટર બનાવાની ઈચ્છા છે.

50 લાખ માટે સવાલનો જવાબ ના આવડતા ગેમ છોડી

અનમોલને 25 લાખ સવાલ પછી 50 લાખ માટે પૂછવામાં આવેલા સવાલનો યોગ્ય જવાબ ન હોવાથી ગેમ છોડી હતી. જોકે અણમોલના આટલી નાની વયમાં મોટી સિદ્ધિ થી ચારે બાજુથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment