Business

જાણો 5 જરૂરી વાતો ‘સરળ જીવન વીમા પોલિસી’ વિશે, જે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે

5 important things know to Saral Jeevan Bima Policy

Saral Jeevan Bima Policy

2021ના નવા વર્ષમાં જો આપ લાઈફ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યાં છો તો આપના માટે સારા સમાચાર છે. 1 જાન્યુઆરી, 2021થી નવી ‘સરળ જીવન વીમા પોલિસી’ શરૂ થઈ રહી છે. જેનાથી નવો ટર્મ પોલિસી ખરીદવી સરળ બનશે. આ એક સ્ટાન્ડર્ડ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હશે. તેનાથી ગ્રાહકોને કંપનીઓ તરફથી પહેલાથી આપવામાં આવેલી જાણકારીના આધાર પર નિર્ણય લેવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ નવી ‘Saral Jeevan Bima Policy‘ વિશે.

1 જાન્યુઆરીથી થશે 10 મોટા ફેરફાર, જાણો સામાન્ય માણસ પર શું થશે અસર

5 Things to know Saral Jeevan Bima Policy

શું છે સરળ જીવન વીમો (Saral Jeevan Bima Policy)?

સરળ જીવન વીમો એક ટર્મ લાઈફ ઇન્શ્યોરન્સ (Term Life Insurance) પ્રોડક્ટ હશે.

જેને 18 થી 65 વર્ષના કોઈપણ લોકો ખરીદી શકે છે.

IRDAI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો પ્રમાણે આ પોલોસીની (Insurance Policy) મર્યાદા 4 વર્ષથી વધુ હશે.

આ ટર્મ ઇન્શ્યોરન્સમાં 5 લાખથી 25 લાખ સુધીની પોલિસી ખરીદી શકાશે.

જૂની પોલિસી ઉપર પણ મળશે પૂરું કવર

જ્યારથી પોલિસી ઈસ્યૂ થઈ હોય એના 45 દિવસમાં પોલિસી ધારકનું મૃત્યુ થાય તો દુર્ઘટનામાં મૃત્યુ સિવાય અન્ય કોઈ પણ સ્થિતિમાં ચૂકવણી નહીં કરવામાં આવે.

સરળ જીવન વીમા હેઠળ, ગ્રાહકોને કોઈપણ મેચ્યોરિટી લાભ કે સરેન્ડર વેલ્યૂ નહીં મળે.

આ પ્રકારના કેસોમાં નહીં મળે ક્લેમ

આ પોલિસી અંતર્ગત આત્મહત્યા જેવા મામલામાં કોઈ ક્લેમ મળશે નહીં.

પોલિસીધારકનું પોલિસી સમય દરમિયાન મૃત્યુ થયા બાદ તેમના નોમિનીને વીમા રકમને બરાબર ક્લેમ મળશે.

નિયમો અને શરતો સમાન હશે

તમામ વીમા કંપનીઓના નિયમ અને શરતો એકસમાન હશે, તેમાં સમ-એશ્યોર્ડ (કવર) રકમ તથા પ્રીમિયમ પણ એક સમાન જ હશે.

તેનો ફાયદો એ હશે કે ક્લેમના સમયે કોઈપણ વિવાદ થવાની આશંકા ઓછી રહેશે.

ગ્રાહક જ્યારે પણ પ્લાનની પસંદગી કરે એ વખતે દરેક વીમા કંપનીઓના આ પ્લાનની કિંમત અને ક્લેમ સેટલમેન્ટ રેશિયોની તુલના જરૂર કરે. જેથી પાછળથી કોઈપણ પ્રકારના વિવાદ ઉભા થાય નહિ.

કેટલા પ્રકારથી કરી શકાશે પેમેન્ટ

વીમા માટે ત્રણ પ્રકારથી પેમેન્ટ કરી શકાશે. સિંગલ પ્રીમિયમ, 5-10ની સમયની મર્યાદા માટે લિમિટેડ પેમેન્ટ કે રેગ્યુલર લાઈફ લોન્ગ મંથલી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ છે.

આ પોલિસીની ખરીદી માટે લિંગ, રહેઠાણ, શૈક્ષણિક યોગ્યતા અને વ્યવસાય વગેરે સંબંધિત કોઈ બાધ્યતા કે સીમા નહીં હોય. જેથી કોઈપણ આ પોલિસી ખરીદી શકશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment