કોરોના વેક્સિનને લઈને સરકાર સર્વેની કામગીરી કરી રહી છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સર્વેની મોટાભાગની કામગીરી પૂરી થવા આવી છે. કોરોના ની વેક્સિન દરેક નાગરિકને મળે તેવા પ્રયત્ન સરકાર કરી રહી છે. આમ હવે શહેરીજનો ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરાવી શકે છે. AMCની ઓફિસિયલ વેબસાઈટ પર વેક્સિન સર્વેની ફોર્મની લિંક મુકવામાં આવી છે. કોર્પોરેશનના કર્મચારીઓને સર્વે માટેની માહિતી નથી આપી શક્યા તે લોકો જ ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ના હોય! આટલો સસ્તો થયો Redmiનો આ સ્માર્ટફોન, જાણો પુરી વિગત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) વેબસાઈટ https://ahmedabadcity.gov.in/portal/index.jsp પર સર્વે માટે આ લિંક મુકવામાં આવી છે. જેના પર ક્લિક કરતાં ઓનલાઈન કોવિડ-19 વેક્સિન રજિસ્ટ્રેશનનું ફોર્મ ખૂલશે. જેમાં NEXT કરતાં કોવિડ-19 વેક્સિન અંગે કોર્પોરેશનના હેલ્થ વિભાગને તમે માહિતી આપી છે કે નહીં એમ પૂછશે. જો YES પર ક્લિક કરશો તો માહિતી સબમિટ થઈ જશે. NO પર ક્લિક કરશો તો ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. જે પછી સબમિટ કર્યા બાદ ફોર્મમાં તમારી નોંધણી થઈ જશે.
વેક્સિન ફોર્મમાં એડ્રેસ, પોસ્ટલ કોડ, નામ, ફોટો આઈડી પ્રુફ, ફોટો આઈડી પ્રુફ નંબર, ઉંમર, જાતિ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, કઈ કઈ બીમારી છે એ અંગેની તમામ માહિતી તમારે ભરવાની રહેશે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment