Gujarat News

રાજ્યમાં પતંગોત્સવ નહીં થાય, રાત્રિ કર્ફ્યુમાં મળી શકે છે થોડી રાહત

All kite festival canceled in gujarat

Kite Festival 2020 Canceled

રાજ્યમાં કોરોના મહામારીને કારણે તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દર વર્ષે 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હોય છે. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુ અંગે પણ ચર્ચા થઈ હતી. જેમાં થોડી રાહત મળી શકે છે. હાલમાં રાત્રિ કર્ફ્યુનો નો સમય 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધીનો છે. જે રાત્રે 9 ના બદલે 11 વાગ્યા થી 6 વાગ્યા સુધી થઈ શકે છે. જેના પર ગૃહ વિભાગ નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા આ ચાર મહાનગરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

જાણો 5 જરૂરી વાતો ‘સરળ જીવન વીમા પોલિસી’ વિશે, જે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે

ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશ્નરનું જાહેરનામુ

ઉતરાયણ અમદાવાદીઓ માટે મનપસંદ તહેવાર છે. જે હવે નજીક આવી રહ્યો છે. એવામાં ઉતરાયણના તહેવારને (kite festival 2020) લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

કોરોના મહામારીને કારણે આ વખતે તમામ પંતગોત્સવ રદ કરવામાં આવ્યા છે.

જાહેરનામામાં ચાઈનીઝ લોન્ચર, તુક્કલના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ચાઈનીઝ દોરીના વેચાણ પર પણ પ્રતિબંધ મુક્યો છે.

જાહેર રસ્તા પર, ફૂટપાથ પર પણ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ મોટા અવાજે વાગતા લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોર

રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરી હતી કે દિવાળી જેવી પરસ્થિતિ ફરી સર્જાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખે. એ પણ ટકોર કરીકે આકરા પગલાં લેવામાં પણ ગભરાશો નહિ, લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. ઉત્તરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે.

નાઈટ કર્ફયુથી ધંધા – રોજગાર પર મોટી અસર

રાત્રિ કર્ફ્યુને કારણે હોટલો સાથે કેટલાક વ્યાપારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. પહેલા આ વેપાર – ધંધાને છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ ફરી રાત્રિ કર્ફ્યુ આવતા ખોટ સહન કરી રહ્યા છે. અત્યારે નાતાલ તેમજ નવા વર્ષની ઉજવણી દરમિયાન આ વ્યવસાયોને સારી સીઝન હોય છે. ત્યારે હવે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. સમયમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment