Life Style

અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ અને ઔષધિય આંબળાના જાણો વિવિધ ફાયદા

Benefits and use of Aamla for Health

Benefits of Aamla

Benefits of Aamla – શિયાળાના ઋતિની શરૂઆત થતાં જ માર્કેટમાં આંબળા મળવાનું શરૂ થઈ જાય છે. અને લોકો આંબળા ખરીદે પણ છે. આમ ઔષધિય ફળ આંબળા પ્રકૃતિના આશીર્વાદ સમાન છે. જોવા જઈએ તો આ ફળના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત પણ આપી શકે છે. તો ચાલો આજે આંબળાના વિવિધ ફાયદા અને ઉપયોગ વિશે જાણીએ.

શું છે આંબળાના ફાયદા અને ઉપયોગ (Benefits and Use of Aamla)

આયુર્વેદમાં આંબળાને રસાયન ગણવામાં આવે છે. તેની એન્ટી એજિંગ ઈફેક્ટ માટે આંબળાનો ઉપયોગ થાય છે. આંબળાના સેવનથી વ્યક્તિ નિત્ય યુવાન રહી શકે છે અને ઉંમરની સાથે આવતા ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર કે હાઈપર ટેન્શનથી બચી શકાય છે.

આવી રીતે ઓળખો, આપનું મધ અસલી છે કે નકલી?

ખરતા વાળ અને ખોડાની સમસ્યાથી છો પરેશાન? બસ શેમ્પૂમાં ઉમેરો ખાસ વસ્તુ

ખરતા સમસ્યા માટે ખુબ જ ઉપયોગી છે આંબળા. આંબળાને આંબળાનો રસ જો વાળમાં લગાવવામાં આવે અથવા આંબળાના ચૂર્ણને ગાયના ઘી અને મીસરી સાથે સેવન કરવામાં આવે તો હેર ફોલની સમસ્યાથી મુક્તિ મળે છે.

આંબળામાંથી બનતા ચ્યવનપ્રાશનો ઉપયોગ રૂટિન લાઈફમાં કરવામાં આવે તો શરદી, ખાંસી, એલર્જી જેવી બિમારીઓથી રક્ષણ મળે છે. આમ રોગપ્રતિકારક શક્તિ અને શરીરની તાકાતમાં વધારો કરે છે.

કબજિયાત ની તકલીફ હોય તો પણ આંબળા અસરકારક નીવડે છે. સવારે ભૂખ્યા પેટે આંબળાનો રસ 10 થી 20 મિલી લેવામાં આવે તો કબજિયાત રહેતો નથી. આંબળામાં રહેલું ફાયબર ઘણું ફાયદાકારક છે.

આંબળા વિટામિન સી નો કુદરતી સ્ત્રોત છે. 100 ગ્રામ આંબળામાં 450 મિલી ગ્રામ વિટામિન સી મળે છે. ત્વચાને ચમકદાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આંબળાનો ઉપયોગ ફાયદાકારક છે.

પાઈલ્સ, હાઈપર એસીડીટી અને માસિકમાં વધારે પડતા રક્તસ્ત્રાવની સમસ્યામાં પણ આંબળાનું સેવન ફાયદો કરાવે છે.

ડાયાબિટિસની સાઈડ ઈફેક્ટ્સ અથવા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં હળદર અને આંબળા ગુણકારી નીવડે છે. આ બન્ને વસ્તુનો પાવડર સરખા ભાગે મિક્સ કરી સવાર અને સાંજ એક એક ચમચી લેવામાં આવે તો ફાયદો થાય છે.

કોલેસ્ટ્રોલની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. જો તેમાં આંબળાના રસનું સેવન કરવામાં આવે તો ઘણી રાહત મળે છે. આમ આંબળા લોહીને પાતળું કરીને આ સમસ્યાથી મુક્તિ અપાવે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment