આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, એવામાં લોકોને અનેક પ્રકારના દુખાવા પણ થતા હોય છે. તેનાથી છુટકારો કે રાહત મેળવવા માટે રૂટિન આદુ અને હળદરનું પાણી પીવું આવશ્યક છે.
બદલાતી લાઈફસ્ટાઈલ સાથે લોકોની જિંદગી પણ દોડતી ભાગતી થઈ ગઈ છે. જેના કારણે સ્વાસ્થ્યનો ખ્યાલ રાખાવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ. આમ મોટાભાગના લોકોને અનેક પ્રકારનાં દુખાવા થતા હોય છે. વજન વધી જવો વગેરે જેવા પ્રોબ્લેમ થતા હોય છે. આમ આ બધાથી છુટકારો મેળવવા લોકો અવનવી દવાઓ પણ લેતા હોય છે. જે લાંબા ગાળે શરીર માટે નુકશાન કરે છે.
જિયો પોસ્ટપેઈડ પ્લાન – મેળવો ફ્રી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન
શું છે આદુ અને હળદરનાં પાણીના ફાયદા? – Health Benefits of Turmeric and Ginger Water
આદુ અને હળદરના પાણીનાં સેવનથી વધતા વજન તેમજ અનેક પ્રકારના દૂખવાથી રાહત મળે છે. આ પાણીનો ડેઇલી રૂટિનમાં પીવાથી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમજ એક નવા જ પ્રકારની તાજગીનો અનુભવ પણ થાય છે.
આદુ અને હળદરનું પાણી માટે સામગ્રી નોંધી લો
– આદુનો 1 મોટો ટુકડો
– હળદર 1 ચમચી
– તજ 1 ટુકડો
– મધ 1 ચમચી
– 1 ગ્લાસ પાણી
આદુ અને હળદરનું પાણી બનાવવાની રીત
– સૌ પ્રથમ આદુનો મોટો ટુકડો, હળદર અને તજ ને મિક્સરમાં ક્રશ કરી લો.
– ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ કરો, થોડું પાણી ગરમ થયા પછી તેમાં ક્રશ કરેલું મિશ્રણને નાખી દો.
– પછી તેને 5 થી 7 મિનિટ ઉકળવા દો.
– પછી ગેસ બંધ કરી દો.
આમ હવે આપ આ આદુ – હળદરના પાણીનો ઉપયોગ કરી શકો છો. અને શરીરમાં થતા દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment