Gujarat News

અમદાવાદ પોલીસનો મહત્વનો નિર્ણય, આ વખતે 31st ની ઉજવણી થશે કે નહિ

Christmas and 31st december celebration cannot during corona

અમદાવાદ શહેરમાં હાલ રાત્રી કર્ફ્યુ ચાલી રહ્યો છે. એવામાં 2020નું વર્ષ પણ પૂરું થવા જઈ રહ્યું છે. એવામાં આગામી દિવસોમાં પણ કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. જેને પગલે ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ અને 31 ડિસેમ્બર ની ઉજવણી થઈ શકશે નહિ. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આમ પોલીસ દ્વારા રાત્રીના 9 વાગ્યા પછી કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે. જો કોઈ કર્ફ્યુનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સંક્રમણથી લોકો બચી શકે એ માટે પોલીસ સજ્જ બની છે.

જાનૈયા આખી રાત દુલ્હનનું ઘર શોધતા રહ્યા પણ મળ્યું જ નહિ, જાણો અંતે શું થયું

અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ અને ઔષધિય આંબળાના જાણો વિવિધ ફાયદા

તાજેતરમાં જ દિવાળીના તહેવારોમાં શહેરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેને પગલે અમદાવાદ શહેરમાં ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણી દરમિયાન નહિ કરવાનો આદેશ કરાયો છે.

અગાઉ દિવાળી અને અન્ય તહેવાર જાહેરમાં નહિ ઉજવવા માટે પોલીસ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું. 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે તેવામાં કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.

જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે પોલીસ ખાનગી ડ્રેસમાં વિવિધ વિસ્તારોમાં ફરશે અને કડક કાર્યવાહી કરશે. ખાસ કરીને ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment