Technology

આ ટિપ્સ અને ટ્રિક્સ જાણી લેશો તો Google Chrome નો ઉપયોગ કરવું થશે સરળ

Google Chrome tips and tricks in Gujarati

Google Chrome tips and tricks

આજના જમાના માં કોઈપણ માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ નો ઉપયોગ સહજ થઈ ગયો છે. આ કારણે લોકો પણ ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર આપને કોઈપણ માહિતી જોઈતી હોય તો ખુબ સરળતાથી મળી રહે છે. કેવા જઈએ તો ઈન્ટરનેટ એક દરિયો છે. જ્યારે પણ કોઈપણ વસ્તુ સર્ચ કરવું હોય તો વેબ બ્રાઉઝર ની જરૂર પડે છે. આમ જોવા જઈએ તો ગૂગલ ક્રોમ (Google Chrome) એક સારું બ્રાઉઝર છે.

આમ તો આ બ્રાઉઝર યુઝ કરવું એકદમ સરળ છે. તેમ છતાં અમે આજે આપને એવી ટ્રીકસ અને ટિપ્સ બતાવીશું જે આપનું કામ સરળ કરી દેશે.

સૌથી વધારે કમાણી કરતા ફોર્બ્સની 100 સેલેબ્સની યાદીમાં અક્ષયકુમાર, આ વર્ષે આટલું કમાયો

1 જાન્યુઆરી થી આ ફોનમાં WhatsApp થઈ જશે બંધ, જાણો લિસ્ટ

Here Google Chrome tips and tricks

Pin Tab – પિન ટેબ

તમે કોઈક વખત એકસાથે બહુ બધી ટેબ (Tab) ઓપન કરી રહ્યા છો અને, કોઈ ખાસ ટેબ જે આપના કામની હોય તો તેના માટે આ બ્રાઉઝરમાં ખાસ ફીચર છે. પહેલા તો તમે જે ટેબ ને પિન કરવા માંગો છો તેના પર રાઈટ ક્લિક કરો.

ત્યારબાદ તમને પિન ટેબ ઓપ્શન જોવા મળશે. એ સિલેક્ટ કરતાંની સાથે જ તમારી ટેબ નાનું આઈકોન જેવું બની જશે અને ડાબી બાજુના કોર્નર માં જતી રહેશે. હવે જ્યારે પણ તમે બ્રાઉઝર બંધ કરી દેશો તો પણ તમારી પિન કરેલી ટેબ જજ્યાં હતી ત્યાં જ રહેશે.

Open multiple pages – અનેક પેજ ખોલવા

જો તમે ઈચ્છો છો કે બ્રાઉઝર ખોલતાની સાથે જ કોઈ ચોક્કસ વેબસાઈટ ખુલી જાય અથવા એક સાથે બહુ બધી ટેબ ખુલે તો તેના માટે આપે એક સેટિંગ્સ કરવાનું રહેશે. તમારે સેટિંગ્સની અંદર જઈને On Startup પર કિલક કરવાનું રહેશે.જેમાં તમે જે સેટિંગ કરવા હોય તે કરી શકો છો.

Drag and Drop media file – મીડિયા ફાઈલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા માટે

જો તમે કોઈ ફોટો કે મીડિયા ફાઈલને તરત જ ચેક કરવા માંગો છો અને આ ફાઈલ ક્યાં ચેક કરવી તે સમજાઈ નથી રહ્યું તો તમે બ્રાઉઝરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો. આમ કોઈપણ ફાઈલને ડ્રોપ કરતાની સાથે જ ઓપન થઈ જશે.

Task Manager – ટાસ્ક મેનેજર

તમે તમારા લેપટોપ કે પીસીના ઓપરેટિંગ સિસ્ટમમાં ટાસ્ક મેનેજર (Task manager) જોયું હશે. જેમાં તમે વિવિધ એપ્લિકેશન કેટલી મેમરીનો ઉપયોગ કરે છે, ઈન્ટરનેટ, સીપીયુ કેવું વર્ક કરી રહ્યું છે તે આપ જાણી શકો છો. તમને એ જાણી નવાઈ લાગશે કે ગૂગલ ક્રોમનું પોતાનું ટાસ્ક મેનેજર છે.

આ ચેક કરવા માટે બ્રાઉઝરની જમણી સાઈડ ખૂણામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. જે બાદમાં More tools > Task Manager સિલેક્ટ કરો. આ માટેનો શોર્ટકટ પણ છે. તમે Shift + Esc દબાવીને પણ ટાસ્ક મેનેજર ઓપન કરી શકો છો.

Reopen closed Tab – ભૂલથી બંધ થયેલી ટેબને ફરીથી ઓપન કરો

કદાચ તમારા થી કોઈપણ ટેબ બંધ થઈ જાય અને તેને ફરી ઓપન કરવા માંગતા હોય તો આ માટે Ctrl + Shitft + T દબાવશો તો ફરીથી શરૂ થઈ જશે. આ ઉપરાંત તમે બ્રાઉઝરના ઉપરના ભાગે રાઈટ ક્લિક કરશો તો તમને ત્યાં Reopen closed tab જોવા મળશે.

Download file location – ડાઉનલોડ ફાઈલ લોકેશન

જો તમે કોઈ ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ તેને શોધવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે તમારી ફાઈલને ક્યા ફોલ્ડરમાં સેવ કરવા માંગો છો તેનો ઓપ્શન ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં મળે છે. આના માટે Settings > Advanced > Downloads પર જાઓ. જે Location ટેબમાં Change પર ક્લિક કરો. બાદમાં એક પોપઅપ ખુલશે, જેમાં તમે જ્યાં ફાઈલ ડાઉનલોડ કરવી હોય તે લોકેશન પસંદ કરી શકો છો.

Clean Browser – બ્રાઉઝર ક્લિક કરવા માટે

આમ તો ગૂગલ ક્રોમ ફાસ્ટ બ્રાઉઝર છે. પણ જો ક્યારેક તેમાં કોઈ સમસ્યા આવે તો તેની સાફ સફાઈ કરી શકો છો. આના માટે Settings > Advanced > Reset and clean up જે બાદમાં Clean up computer પર ક્લિક કરો. આમ કરવાથી બ્રાઉઝર ઈન્ટનરલ એંટીવાયરસ તમારા કોમ્પ્યુટરને સ્કેન કરશે અને બ્રાઉઝર માટે નુકસાન કરતા સોફ્ટવેરને શોધી કાઢશે. જો આમ કરવાથી પણ ના થાય તો Reset settings પર ક્લિક કરી શકો છો. જેનાથી બ્રાઉઝર ડિફોલ્ટ મોડમાં આવી જશે. તેનાથી બધું રીસેટ થઈ જશે. પણ તમારા પાસવર્ડ, બુકમાર્ક્સ, હિસ્ટ્રી જેમ હતા એમ જ રહેશે.

Create Shortcut

ક્રોમ એક એવું ફીચર પણ આપે છે જેનાથી તમે કોઈપણ લિંકને સ્ક્રીન પર શોર્ટકટ બનાવી શકો છો. આ માટે જમણી તરફના કોર્નરમાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. જે બાદમાં More tools > Create shortcut પસંદ કરો. પોપઅપ વિન્ડોમાં નામ લખીને Create પર ક્લિક કરો.

Create Incognito Mode

Incognito મોડમાં તમે ક્રોમ બ્રાઉઝર માં જે વસ્તુ સર્ફ કરો છો તેની યાદી બ્રાઉઝરમાં સર્ફ નથી થતી. સાથે જ પાસવર્ડ સહિતના કોઈપણ માહિતી સ્ટોર થતી નથી. Ctrl + Shift + N કરશો એટલે Incognito મોડ શરૂ થઈ જશે. જે બાદમાં ક્રોમની એક નવી જ ટેબ શરૂ થઈ જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment