Year in Search 2020 – દર વર્ષના અંતમાં ગૂગલ (Google) ‘યર ઈન સર્ચ’ નામનો રિપોર્ટ જાહેર કરે છે. એમ આ વખતે પણ ગૂગલે જાહેર કરેલા રિપોર્ટમાં સૌથી વધુ એ વસ્તુ સર્ચ થયું કે આપને માન્યા માં પણ નહિ આવે. આમ તો 2020ના વર્ષ દરમિયાન સૌથી વધુ ચર્ચાયેલો શબ્દ કોરોના વાયરસ જ હોય. પણ ગુગલના રિપોર્ટ પ્રમાણે ભારતીયોએ કોરોના વાયરસ કરતા IPL વિશે સૌથી વધુ સર્ચ કર્યું હતું. જેમાં ગૂગલે સૌથી વધુ શું સર્ચ થયું તેની કેટેગરીઓની યાદી જાહેર કરી છે.
ઓવરઓલ ગૂગલ સર્ચ (Overall year in Search)
કેટેગરી પ્રમાણે ભારતીયોએ ઓવરઓલ સર્ચમાં સૌ પ્રથમ IPL વિશે, ત્યારબાદ બીજા ક્રમે કોરોનાવાયરસ. એના પછી US ઈલેક્શન રિઝલ્ટ્સ, PM કિસાન યોજના (PM Kishan Yojana) , બિહાર ઈલેક્શન રિઝલ્ટ્સ, દિલ્હી ઈલેક્શન રિઝલ્ટ્સ, દિલ બેચારા, જો બાઈડન, લીપ ડે અને અર્નબ ગોસ્વામી વિશે સર્ચ કર્યું છે.
ન્યુ ફીચર/ WhatsApp માં આવી રીતે સેટ કરો કસ્ટમ વોલપેપર, જાણો સ્ટેપ
નિયર મી (Near me)
લોકડાઉન ટાઈમમાં ભલભલા લોકોને ખાવાના ફાંફા હતા એવામાં એની અસર પણ ગૂગલ સર્ચમાં દેખાઈ છે. ‘નિયર મી’ (Near me) ફીચરમાં પોતાની નજીકમા ફૂડ શેલ્ટર ક્યાં છે તે લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું છે. એ પછી પોતાની નજીકમાં કોવિડ ટેસ્ટ ક્યાં થાય છે, રાત્રે સુવા માટેના શેલ્ટર ક્યાં છે, દારૂની દુકાનો ક્યાં છે, ફટાકડાની દુકાનો ક્યાં છે, ગ્રોસરી સ્ટોર, બ્રોડબેન્ડ કનેક્શન કયાં છે તેવું પણ ભારતીયોએ સર્ચ કરેલું.
હાઉ ટુ (How to) પ્રકારના સર્ચમાં પનીર કઈ રીતે બનાવવું, ઈમ્યુનિટી કઈ રીતે વધારવી, ડાલ્ગોના કોફી કઈ રીતે બનાવવી, પાનકાર્ડ (PAN Card) આધારકાર્ડ (Aadhaar Card) સાથે કઈ રીતે લિંક કરવું, સેનિટાઇઝર ઘરે કઈ રીતે બનાવાય તે પણ લોકોએ ગૂગલમાં સર્ચ કર્યું છે.
સૌથી વધુ સર્ચ થયેલ ફિલ્મો (Movies)
બૉલીવુડ માટે પણ આ વર્ષ એકદમ ખરાબ સાબિત થયું છે. આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલી ફિલ્મોમાં દિલ બેચારા, સૂરારાઈ પોત્તરુ, તાન્હાજી, શકુંતલા દેવી, ગુંજન સક્સેના, લક્ષ્મી, સડક 2, બાગી 3, એક્સ્ટ્રેક્શન અને ગુલાબો સિતાબો જેવી ફિલ્મોનું લિસ્ટ છે.
લોકડાઉન માં ઘરમાં પુરાયેલા લોકોએ મન ભરીને સિરિયલો અને વેબ સિરીઝો જોઈ હતી. નેટફ્લિક્સ પર આવેલી સ્પેનિશ ક્રાઈમ ડ્રામા સિરિયલ મની હાઈસ્ટ સૌથી વધુ ફિલ્મો સર્ચ થઈ હતી. એના પછી હર્ષદ મહેતાની સ્ટોરી પર બનેલી ‘સ્કેમ 1992’ સિરિયલ. બિગ બૉસ 14, પાતાલ લોક, મિર્ઝાપુર 2, બ્રીધ-2, ડાર્ક, સેક્સ એજ્યુકેશન, બંદિશ બેન્ડિટ્સ અને સ્પેશિયલ ઑપ્સ સર્ચ થઈ હતી.
સૌથી વધુ આ વ્યક્તિઓ સર્ચ થઈ (Personalities)
2020ના વર્ષ માં જો બાઈડન, અર્નબ ગોસ્વામી, કનિકા કપૂર, કિમ જોંગ ઉન, અમિતાભ બચ્ચન, રાશિદ ખાન, રિયા ચક્રવર્તી, કમલા હેરિસ, અંકિતા લોખંડે અને કંગના રણૌત સૌથી વધુ વ્યક્તિઓ સર્ચ થઈ હતી.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment