Utility

ગુજરાત આસિસ્ટન્ટ પ્રોફેસરની 780 પોસ્ટ પર ભરતી, અરજી કરવા માટે આ છે છેલ્લી તારીખ

Gujarat department of Education recruitment on 780 post

Assistant Professor Recruitment

કમિશ્નરેટ ઓફ હાયર એજ્યુકેશન (Commissionerate of Higher Education) ડિપાર્ટમેન્ટ, ગુજરાતે કોલેજોમાં વિવિધ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિષયો માટે કુલ 780 પોસ્ટ પર ભરતીની અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ 21 ડિસેમ્બર, 2020 સુધી ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે.

પગાર ધોરણ:

પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 40,176 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

એપ્લિકેશન ફી:

જનરલ કેટેગરી – 250 રૂપિયા
SC, ST, PH – 100 રૂપિયા

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો એ ઓફિશિયલ વેબસાઈટ www.rascheguj.in દ્વારા 21 ડિસેમ્બર, 2020 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

સિલેક્શન પ્રોસેસ

આ ભરતી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી UGC રેગ્યુલેશન – 2018 મુજબ કરવામાં આવશે. પોસ્ટ અનુસાર, જે ઉમેદવારો શોર્ટલિસ્ટેડ થશે તેમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂ દરમિયાન સિલેક્શન કમિટી પસંદ કરેલા ઉમેદવારો અને પ્રતીક્ષી ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરશે. આ ઉમેદવારો ભવિષ્યમાં ખાલી પડેલી સીટસ માટે સિલેક્ટ થઈ શકશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment