દિલ્હી અને રાજસ્થાન સરકારે કોરોના નો RT-PCR Test (ટેસ્ટ) કરવાની કિંમતમાં ઘટાડો કર્યો છે. તે બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે થી ખાનગી લેબમાં RT-PCR Test (ટેસ્ટ) માટે 800 રૂપિયા, ઘરે ટેસ્ટ કરાવો તો 1100 રૂપિયા ચૂકવવાના રહેશે. નાયબ મુખ્યમંત્રી એ આજે આ જાહેરાત કરી છે. જેનો અમલ પણ રાજ્યમાં આજથી થશે.
આ પહેલા ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ માટે 1500 રૂપિયા, જ્યારે ઘરે બેઠા 2000 રૂપિયાના દરે ટેસ્ટના ચૂકવવાના થતા હતા. જેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.
ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન લેડીને ભારતીય યુવાને પ્રપોઝ કર્યું, જોવો વીડિયો
નવી ગાઈડલાઈન / સંક્રમણ અટકાવવા રાજ્યો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લઈ શકે છે
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે અમદાવાદમાં 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને વેન્ટિલેટર ની વધારે જરૂરિયાત પડી રહી છે. એ કારણે કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી દેવાઈ છે. આગળ વધારે જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ દર્દીઓને ઉપયોગમાં લેવામાં આવશે એવી તૈયારી પણ છે.
ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) મુજબ SARS-COV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે. આ ટેસ્ટથી એ ખબર પડે છે કે, દર્દીમાં વાયરલ લોડ કેટલો છે અને તેને કયા પ્રકારના ક્વોરેન્ટાઈનમાં રાખવાનો છે. અગાઉ ICMRએ ગાઈડલાઈન્સ બહાર પાડી હતી, કે જેમાં જણાવ્યું હતું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો તેનો ખરેખર ચેપગ્રસ્ત માનવી જોઈએ. અને તેમાં લક્ષણો જણાય તો અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ ચોક્કસથી કરાવવો જ જોઈએ.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment