How to Identify of Honey – આપણે ત્યાં મધને (Honey) અમૃત માનવામાં આવે છે. તેનો ઉપયોગ પણ એક ઔષધીના રૂપમાં થાય છે. પણ હવે મધમાં ભેળસેળ કરવામાં આવે છે. આમાં બ્રાન્ડેડ મધમાં પણ ભેળસેળ થાય છે. એ ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) એ કર્યો છે.
ભારતના બજારોમાં વેચાતા મધમાં ખુબ પ્રમાણમાં સુગર સિરપ (Sugar Syrup) ની ભેળસેળ કરવામાં આવી રહી છે. હવે આખરે સવાલ એ થાય કે મધ (Honey) અસલી છે કે નકલી (Real or Fake). તે માટે ઘરે જ કરી શકાય એવો નુસ્ખો છે. જેનાથી તમે જાણી શકશો કે મધ અસલી છે કે નકલી કે કોઈ ભેળસેળ કરેલું છે.
શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ, આ વસ્તુના ફાયદા જાણીને તમે આજે જ બજારમાંથી લઈ આવશો
ખરતા વાળ અને ખોડાની સમસ્યાથી છો પરેશાન? બસ શેમ્પૂમાં ઉમેરો ખાસ વસ્તુ
આ રીતે ઓળખો મધ – How to Identify of Honey
પહેલી રીત:
મધનાં કેટલાંક ટીપા પાણીમાં નાખો. જો મધ પાણીમાં નીચે બેસી જાય છે તો સમજી જવું કે આપની પાસે જે મધ છે તે એકદમ અસલી અને ભેળસેળ વગરનું છે, પણ જો આ મધ પાણીમાં મિક્સ થઇ જાય તો તે નકલી છે.
બીજી રીત:
આ રીતમાં સૌથી પહેલાં મધને પાણીમાં મિક્સ કરવાનું છે અને હવે તેમાં થોડું આયોડીન ભેળવવાનું રહેશે. આ રીતમાં તમારે બજારમાંથી આયોડીન ખરીદવાનું રહેશે. જો આ મિક્સચર વાદળી રંગમાં બદલાઈ જાય છે તો સમજી લેજો તેમાં સ્ટાર્ચ કે લોટ ભેળવેલો હોઈ શકે છે. તો આપની પાસે જે મધ છે તે ભેળસેળ યુક્ત હોઈ શકે છે.
ત્રીજી રીત:
આ રીતમાં તમારે બ્લોટિંગ પેપર પર થોડુ મધ નાખવું. જો એ પેપર મધ (Honey) ચુસી લે તો સમજી લેવું કે તે ભેળસેળ કે મિલાવટ વાળું હોઈ શકે છે.
ચોથી રીત:
આપે એક લાકડીમાં રુ લપેટવાનું છે પછી તે લાકડીને મધમાં ડુબાડી દેવાનું. મધમાં ડુબાડેલી લાકડીમાં માચિસથી આગ લગાવો. જો મધ બળવા લાગે તો એ મધ શુદ્ધ છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment