TheDigitalTrends

જીયોની ન્યુયર ગિફ્ટ, તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ સાથે લોન્ચ કર્યા 4 સસ્તા પ્લાન

Reliance Jio Happy New Year Plan 2021

Jio Happy New Year Plan 2021 – રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2021 થી તમામ લોકલ ફ્રી થશે. આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા રિલાયન્સ જિયોએ બીજા નેટવર્ક્સ પર લોકલ કોલ્સ કરવા માટે પૈસા લેવાનું શરૂ કર્યું હતું. આ માટે ઘણી નવા પ્લાન્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા.

LIC Kanyadan Policy – રોજના 121 રૂપિયાની બચતથી મળશે 27 લાખ રૂપિયા

Jio Free Call On All Network

રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું કે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) ના આદેશ મુજબ ઈન્ટરકનેક્ટેડ યુઝ ચાર્જ 1 જાન્યુઆરી 2021થી ડોમેસ્ટિક કોલ્સ માટે ફ્રી કરી દેવામાં આવશે. 1 જાન્યુઆરી 2021થી ફરી બધા કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે.

જિયોના આ સમાચાર પછી બીજી ટેલિકોમ કંપની ભારતીય એરટેલના (Bharti Airtel) શેર્સમાં 2 ટકાથી વધારેની ગિરાવટ જોવા મળી હતી.

હવે નવા વર્ષથી કોઈપણ અધર નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોએ પૈસા આપવા પડશે નહીં. એનો લાભ દેશભરના જિયો યુઝર્સ લઈ શકશે.

નોંધનીય છે કે સપ્ટેમ્બર 2019માં જિયોએ નિર્ણય લીધો હતો કે અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે પૈસા લેશે. આ માટે કંપનીએ ટ્રાઈના IUC ચાર્જ નો હવાલો આપ્યો હતો.

હવે ટ્રાઈએ IUC ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે રિલાયન્સ જિયોએ ઓફ-નેટ-વોઇસ કોલને ફ્રી કરવાની જાહેરાત કરી છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ઓન નેટ ડોમેસ્ટિક કોલ્સ જિયો નેટવર્ક પર હાલ પણ ફ્રી છે. ઉપરાંત એ પણ કહ્યું કે VoLTE જેવી એડવાન્સ ટેક્નોલોજીનો લાભ સામાન્ય ભારતીય નાગરિકો સુધી પહોંચે તે માટે જિયો પ્રતિબદ્ધ છે.

રિલાયન્સ જિયો પછી કેટલીક અન્ય કંપનીઓએ પણ ઓફ નેટ કોલિંગ માટે પૈસા લેવાનું શરુ કર્યું હતું.

પરંતુ હવે ટ્રાઈએ જ્યારે આઈયુસી (IUC) ચાર્જ હટાવવાની વાત કરી છે ત્યારે બીજી કંપનીઓ પણ ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરી શકે છે.

જિયોના હેપ્પી ન્યૂ યર પ્લાન – Jio Happy New Year Plan

આ પ્લાનની પ્રારંભિક કિંમત 129 રૂપિયા છે. 1 જાન્યુઆરી, 2021થી જિયો યુઝર્સ માટે તમામ લોકલ નેટવર્ક કોલ ફ્રી થશે.

કંપનીએ કુલ 4 પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં 129, 149, 199, 555 રૂપિયાના પ્લાન લોન્ચ કર્યા છે.

Jio 129 Plan

આ પ્લાનમાં ફ્રી ડોમેસ્ટિક વોઈસ કોલ્સની સાથે 2 જીબી ડેટા આપવામાં આવે છે.

કોમ્પિટિટરપ્લાન 149 રૂપિયા છે.

Jio 149 Plan

આ પ્લેનમાં યુઝર્સને દરરોજ 1જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રહેશે.

આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ (SMS) તેમજ જિયો એપ્સ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

કોમ્પિટિટરપ્લાન 199 રૂપિયા છે.

Jio 199 Plan

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5જીબી ડેટા મળે છે. આ પ્લાનની 28 દિવસની વેલિડિટી રહેશે.

ફ્રી વોઇસ કોલ્સ સાથે જિયો એપ્સ ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. સાથે અનલિમિટેડ SMS (ડેઈલી 100 SMS) પણ મળશે. કોમ્પિટિટરપ્લાન 249 રૂપિયા છે.

Jio 555 Plan

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5જીબી ડેટા મળશે. સાથે પ્લાનની 84 દિવસની વેલિડિટી રહેશે.

અનલિમિટેડ SMS (ડેઈલી 100 SMS) પણ મળશે અને જિયો એપ્સ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

કોમ્પિટિટરપ્લાન 598 રૂપિયા છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Exit mobile version