Business

LIC Kanyadan Policy – રોજના 121 રૂપિયાની બચતથી મળશે 27 લાખ રૂપિયા

LIC Kanyadan Policy, Scheme, how to apply, benefits, features, document

LIC Kanyadan Policy in Gujarati

દરેક માં-બાપ પોતાની દીકરીના લગ્ન માટે તેના જન્મથી રૂપિયા બચાવવાનું શરૂ કરી દે છે. તેઓ નથી ઈચ્છતા કે તેમની દીકરી જ્યારે વિદાય લે ત્યારે તેને કોઈ તકલીફ થાય. જો તમે પણ તમારી પુત્રીના લગ્નના ખર્ચ અંગે ચિંતિત છો, તો ટેન્શન ન લો. કારણ કે એલઆઈસીની ખાસ દીકરી માટેની પોલિસીથી, આપની સમસ્યા હલ થઈ શકે છે. આ પોલીસીનું નામ છે કન્યાદાન યોજના (LIC Kanyadan Policy 2021). એમાં તમે રોજના 121 રૂપિયાની બચત કરીને 27 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. તો આ યોજના શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું, જાણો પુરી વિગત.

જાણો 5 જરૂરી વાતો ‘સરળ જીવન વીમા પોલિસી’ વિશે, જે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે

કન્યાદાન પોલિસી શું છે? – LIC Kanyadan Policy 2021

આ વીમા પોલિસી 13 થી 25 વર્ષ સુધી લઈ શકાય છે. આમાં કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીનો વીમો લઇ શકે છે. ઉપરાંત, મુદત કરતાં 3વર્ષ ઓછા પ્રીમિયમ ચૂકવવા પડશે.

આ પોલિસી (LIC Kanyadan Policy Scheme 2021) લેવા માટે પિતાની ઓછામાં ઓછી ઉમર 18થી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

જ્યારે દીકરીની ઉમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ. યોજનાનો મુખ્ય હેતુ દીકરીના ઉજ્વળ ભવિષ્યમાં મદદ થઇ શકે તે માટેનો છે. તેનાથી લગ્ન માટે પૈસાને લઈને સમસ્યાના થાય.

આ પ્લાન 25 વર્ષ માટે ઉપલબ્ધ થશે, પરંતુ આ પોલિસી તમારા અને તમારી પુત્રીની જુદી જુદી ઉંમર અનુસાર પણ ઉપલબ્ધ છે. પુત્રીની ઉંમર પ્રમાણે આ પોલિસીની સમયમર્યાદા ઘટાડવામાં આવશે.

કન્યાદાન પોલીસીનો ટેક્સમાં લાભ – Income Tax Benefits

LIC Kanyadan Policy હેઠળ ઈન્ક્મટેક્સ આદિનિયામ 1961 ના સેક્શન 80C માં પ્રીમિયમની છૂટ પણ મળે છે.

આ છૂટ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર ઉપલબ્ધ છે.

એની સાથે સેક્શન 10(10D) હેઠળ મેચ્યોરિટી અથવા મૃત્યુ દાવાની રકમ પર પણ છૂટ આપવામાં આવે છે.

કન્યાદાન પોલિસીની ખાસ વાતો

અરજદાર તેમની આવક અનુસાર પ્રીમિયમની રકમ વધારી અથવા ઘટાડી શકે છે.

તમે દરરોજ પ્રીમિયમ ચૂકવી શકો છો અથવા 6, 4 અથવા 1 મહિનામાં ચૂકવી શકો છો.

પોલિસીમાં રોકાણ કરવા માટે, એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચકાસી શકો છો અથવા કોઈ એલઆઈસી એજન્ટનો સંપર્ક કરી શકો છો.

જો કોઈ વ્યક્તિ પોલિસી લીધા પછી મૃત્યુ પામે છે, તો તે પછી તેના પરિવારે આ પોલિસીમાં પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં.

એલઆઈસી કંપની દ્વારા દર વર્ષે પરિવારને 1 લાખ રૂપિયા આપવામાં આવશે અને પોલિસીના 25 વર્ષ પૂર્ણ થયા પછી, 27 લાખ રૂપિયા જે પોલિસી નોમિની હોય તેમને અલગથી આપવામાં આવશે.

કન્યાદાન યોજનાનો લાભ – Benefits of LIC Kanyadan Policy 2021

જો આ પોલિસી હેઠળ વીમો લેનારનું મોત થાય છે, તો તેના પરિવારને તાત્કાલિક 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
પોલિસી ધારકને મૃત્યુ લાભ વાર્ષિક હપ્તામાં આપવામાં આવશે.

અકસ્માતમાં વીમાધારકના મોત પર પરિવારને 10 લાખ રૂપિયા મળશે.

જો કોઈ વ્યક્તિ દરરોજ 75 રૂપિયા જમા કરાવશે, તો માસિક પ્રીમિયમ ભર્યાના 25 વર્ષ પછી દીકરીના લગ્ન સમયે 14 લાખ રૂપિયા આપવામાં આવશે.

એ જ રીતે, રકમ જેટલી વધારે એટલું વળતર વધારે.

ઉદા. તરીકે, જો કોઈ વ્યક્તિ દરરોજ 251 રૂપિયા બચત કરે છે, તો પછી માસિક પ્રીમિયમ ભર્યાના 25 વર્ષ પછી તેને 51 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ એલઆઈસી કન્યાદાન પોલિસી જીવનભર લગ્ન કર્યા પછી પણ દર વર્ષે ચૂકવણી કરતી રહે છે.

જો વીમાધારકનું મૃત્યુ 25 વર્ષના વચ્ચેના સમયમાં થાય છે, તો પછી મૂળભૂત રકમની 10% રકમ મૃત્યુ તારીખથી પરિપક્વતા સુધી દર વર્ષે ચૂકવવામાં આવશે.

કોઈપણ વ્યક્તિ રોજના 75 રૂપિયાની બચત કરી 11 લાખ રૂપિયા પોતાની દીકરીના લગ્ન માટે મેળવી શકે છે.

કન્યાદાન પોલિસી 2021ના માટે ​​દસ્તાવેજો – Documents for Kanyadan Policy 2021

– અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
– પોલિસી ની મર્યાદા – 13 થી 25 વર્ષ
– જન્મનું પ્રમાણપત્ર
– આધારકાર્ડ
– આવકનું પ્રમાણપત્ર
– ઓળખપત્ર
– સરનામાંનો પુરાવો
– પાસપોર્ટ સાઇઝ ફોટો
– પોલિસી માટે હસ્તાક્ષર સહિતની સહી સાથેનું ભરેલું ફોર્મ
– પ્રથમ પ્રીમિયમ ભરવા માટે ચેક અથવા કેસ રૂપિયા

એલઆઈસી કન્યાદાન પોલિસી 2021 માટે અરજી કેવી રીતે કરવી? – How to apply for LIC Kanyadan Policy 2021?

જે ઇચ્છુક લાભાર્થી આ પોલિસી હેઠળ અરજી કરવા માંગે છે તો તમારે નજીકની LIC ઓફિસ અથવા LIC એજન્ટનો સંપર્ક કરવાનો રહેશે.

તમારે એમને જણાવવાનું રહેશે કે તમે એલઆઈસી કન્યાદાન પોલિસી (LIC Kanyadan Policy) માં રોકાણ કરવા માંગો છો.

ત્યાર પછી તે તમને કન્યાદાન પોલીસીના અલગ-અલગ ટર્મ પ્લાન વિશે જણાવશે જે તમારે તમારી આવક અનુસાર પસંદ કરવાનું રહેશે.

ત્યારબાદ એજન્ટને તમારા જરૂરી દસ્તાવેજ સાથે માહિતી આપવાની રહેશે અને ત્યારબાદ તે ફોર્મ ભરી આપશે. આવી રીતે આપ આ કન્યાદાન પોલિસીથી 2021માં રોકાણ કરી શકો છો.

આ પોલિસી સાથે જોડાયેલી વધુ માહિતી માટે એલઆઈસી (LIC) ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment