શિયાળાની મોસમનો પ્રારંભ થઈ ચુક્યો છે. એવામાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફુડ્સ (Healthy Foods) ઘણા ફાયદાકારક હોય છે. એવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, વધારે શરદી અને ગળામાં દુખાવો જેવા અનેક રોગો શામેલ છે. શિયાળા જેવી ઋતૃમાં આપણે આપણા આહારમાં એવા આહારનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને ગરમ રાખે. આવા હેલ્ધી ફુડ્સમાં એક વસ્તુ છે રાગી તો જાણીએ રાગીના (Ragi) સેવનના ફાયદા (Health Benefits) વિશે.
રાગી (Ragi) બીજ શું છે ?
આ બીજને ફિગર મિલેટ, નાચણી અથવા આફ્રિકન મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. આ રાગી આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી એનો લોટ પણ બનાવી શકીએ છીએ. રાગી આપણને અનાજ દળવાની ઘંટી અથવા સુપરમાર્કેટ માંથી મળી શકે છે. આમતો ઘણા બધા લોકો રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેતા નથી. તો ચાલો થોડું રાગી વિશે જાણીએ અને તેનાથી શરીરને કેવા લાભ મળે જાણીએ.
Health Benefits of Ragi
કેલ્શિયમથી ભરપૂર છે રાગી (Ragi)
આપણે કેલ્શિયમની વાત આવે એટલે દૂધ અને દહીં જ યાદ આવે પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે. જ્યારે કિંમતમાં પણ સસ્તી એવી રાગી (Ragi) બહુ જ ઓછી ચરબી અને કેલ્શિયમથી ભરપૂર છે. રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની સમસ્યા છે, તેવી માતા રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકે છે.
ખરતા વાળ અને ખોડાની સમસ્યાથી છો પરેશાન? બસ શેમ્પૂમાં ઉમેરો ખાસ વસ્તુ
ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે
ફાઈબરના ઊંચા પ્રમાણને કારણે તેમાંથી ધીમે ધીમે ઉર્જા રિલીઝ થાય છે અને બ્લડસુગરનું લેવલ પણ જાળવી રાખે છે.
ત્વચા માટે પણ ઉત્તમ
રાગી (Ragi) યુવાન ત્વચાની જાળવણી માટેનું કામ કરે છે. તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને ફ્લેબી ઓછી કરે છે.
વિટામિન ડી પણ છે
રાગી એવા કુદરતી અનાજ પૈકીનું એક છે જે વિટામિન ડી (Vitamin D) ધરાવે છે. આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. આથી, શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટામીન ડી ફાયદાકારક નીવડી શકે છે.
વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે રાગી
લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી પણ અટકાવે છે. ટાઈમ જતાં તેનાથી ભૂખ પણ ઓછી લાગે છે. અને તે વજન પણ ખુબ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment