વાત એમ છે કે અમરેલી જિલ્લાના ધુડીયા ગામ નજીક આજે એક સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. મળતી માહિતી પ્રમાણે ટેન્કર ના ચાલકને જોકું આવી જતા ટેન્કરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી ગયું હતું. જેનાથી રોડ પર તેલની રેલમછેલ જોવા મળી હતી. જેથી આસપાસમાં રહેતા લોકો ડોલ અને ડબ્બા લઈને તેલ લેવા માટે દોટ મૂકી હતી.
1 જાન્યુઆરીથી થશે 10 મોટા ફેરફાર, જાણો સામાન્ય માણસ પર શું થશે અસર
આજે રાજુલા – સાવરકુંડલા માર્ગ વચ્ચે ધુડીયા પાસે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા રોડ પર તેલ નદીની જેમ વહેવા લાગ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના રહીશો ડબ્બા, કેરબા અને ડોલ લઈને તેલ માટે પડાપડી કરી હતી. આમ લોકો વાસણમાં તેલ લઈને જતા નજરે પડ્યા હતા. આ બનાવની વાત વાયુવેગે પ્રસરતા લોકોના તેલ માટે ટોળે ટોળા ઉમટ્યા હતા અફડાતફડી મચાવી હતી.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment