શિયોમી (Xiaomi) એવી બ્રાન્ડ છે જે પોતાના બજેટ સ્માર્ટફોન માટે જાણીતી છે. આમ અમુક લોકો ફોન સસ્તો થવાની રાહ જોઈ રહ્યા હોય છે. એમના માટે સ્માર્ટફોન ખરીદવાની આ સારી ઓફર છે. Mi.com ની વેબસાઈટ પરથી મળતી માહિતી પ્રમાણે રેડમી 8A ડ્યુઅલ (Redmi 8A Dual) ઘણા સસ્તા ભાવે ખરીદી શકાય છે. કંપની એ વેબસાઈટ પર આ ઓફરનું એક બેનર દર્શાવ્યું છે. જેમાં રેડમી 8A ડ્યુઅલ (Redmi 8A Dual) ની કિંમત 8,999 ને બદલે 6,999 માં ખરીદી શકાય છે. આમ આ ફોન પર 2500 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના – ફટાફટ ચેક કરી લો કે આપના ખાતામાં નાણાં આવવાના છે કે નહીં
ફોનની ખાસ વાતતો એ છે કે આટલી કિંમતમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 5000 mAh ની બેટરી છે.
રેડમી 8A ડ્યુઅલ સ્પેસિફિકેશન (Redmi 8A Dual Specification)
ડિસ્પ્લે (Display) – 6.22 ઈંચ HD+IPS Display
ફ્રન્ટ કેમેરા (Front Camera) – 8 મેગાપિક્સલ
રિયર કેમેરા (Rear Camera) – 13 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલ
બેટરી (Battery) – 5000mAh
પ્રોસેસર (Processor) – Qualcomm Snapdragon 439
રેમ (RAM) – 2GB
ઓપરેટિંગ સિસ્ટમ (Operating System) – એન્ડ્રોઇડ 9.0
સ્ટોરેજ (Storage) – 32જીબી (GB)
ફોનને ડૉટ નૉચ સ્ક્રેચ રેસિસ્ટન્ટ ગ્લાસથી પ્રોટેક્ટેડ કરવામાં આવ્યો છે. સ્પ્લેશ પ્રૂફ બનાવવા માટે તેમાં P2i કોટિંગ પણ આપવામાં આવ્યું છે. ફોન ત્રણ કલર Sea Blue, Sky White અને Midnight Greyમાં ઉપલબ્ધ છે.
આ બજેટ ફોન ટ્રિપલ કાર્ડ સ્લોટની સાથે આવે છે, એટલે કે યૂઝર્સ તેમાં બે સિમની સાથે એક માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ પણ કરી શકે છે. આ ડ્યુઅલ સિમ કાર્ડ 4G VoLTE સપોર્ટ કરે છે.
આ ફોનના કેમેરામાં AI ડિટેક્શન, પોર્ટેટ મોડ અને ગૂગગ લેન્સ જેવા ફીચર પણ ઉપલબ્ધ છે.
આ સ્માર્ટફોન 18W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. FM રેડિયો જેવા ફીચર પણ છે, એટલે યુઝર્સ હેડફોન વગર પણ રેડિયો સાંભળી શકે છે.
કનેક્ટિવિટી માટે 4G, VoLTE, 3G, વાઈફાઈ, બ્લ્યુટુથ, જીપીએસ, યુએસબી ટાઈપ સી આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment