Gujarat News

વડનગર-વિસનગર હાઈવે પર અકસ્માત, ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા, ત્રણના મોત

Truck hit by Activa Vadnagar - Visnagar Highway, 3 killed

મહેસાણાના વડનગર-વિસનગર હાઈવે પર અકસ્માત થયો છે, જેમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના પરિવારજનો પહોંચતા માહોલ પણ વધારે ગમગીન બની ગયો હતો.

આવી રીતે ઓળખો, આપનું મધ અસલી છે કે નકલી?

Truck hiy by Activa Malekpur Cross Road, 3 killed

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વડનગર – વિસનગર હાઈવે પર મલેકપુર ચોકડી પાસે જ એક આઈસર ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત સાતસો સમાજની વાડી પાસે થયેલો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોત જોતામાં લોકોના ટોળા પણ એકઠા થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવાનો વિસનગર અને સીપોરના હોવાનું જાણવા મળ્યું છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment