Social Media Utility

ન્યુ ફીચર/ WhatsApp માં આવી રીતે સેટ કરો કસ્ટમ વોલપેપર, જાણો સ્ટેપ

Whatsapp Custom chat wallpaper new feature

ઈન્સ્ટન્ટ મેસેંજિંગ એપ વોટ્સએપ (WhatsApp) એ દુનિયાભરમાં સૌથી વધુ વપરાયેલ મેસેંજિંગ પ્લેટફોર્મ છે. યુઝર્સ ના અનુભવને વધારે સુવિધાઓ માટે કંપની સતત કાર્યરત છે. ફેસબુકની માલિકી નું વોટ્સએપ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણીવાર નવા અપડેટ્સ લાવ્યું છે. એવામાં હવે વોટ્સએપ કસ્ટમ વોલપેપર (Custom chat wallpaper) નો વિકલ્પ આવ્યો છે. આઈઓએસ (iOS) વપરાશકર્તાઓ માટે વોટ્સએપ નું નવું વર્જન અપડેટ આવ્યું છે. એમાં વોટ્સએપ યુઝર્સ વિવિધ ચેટ વિંડોમાં વિવિધ બેકગ્રાઉન્ડ સેટ શકે છે.

રાજ્ય સરકારની જાહેરાત, હવે થી RT-PCR ટેસ્ટ થશે આટલા રૂપિયામાં

વોટ્સએપ / હવે તમારા મેસેજ કોઈ વાંચી જશે તેનો નહીં રહે ડર

હાલમાં, વોટ્સએપમાં વોલપેપર ઓપ્શન સાથે ફક્ત એક જ વોલપેપર સેટ કરી શકાય છે. નવા ફીચરમાં આ વોલપેપર બધી ચેટ વિન્ડોઝમાં સેટ કરી શકાશે.

iPhone માં વોલપેપર કેવી રીતે સેટ કરવું (iPhone Custom chat Wallpaper)

સૌ પ્રથમ વોટ્સએપ ખોલો અને સેટિંગ્સ (Settings) પર જાઓ.

એના પછી, ચેટ (Chats) ઓપ્શન માં ચેટ વોલપેપર (Chat Wallpaper) વિકલ્પ પર ક્લિક કરો.

જો ડાર્ક મોડ ઓપ્શન સિલેક્ટ કરેલો છે તો તમે ઉપલબ્ધ ડાર્ક મોડ વોલપેપર પસંદ કરી શકશો અથવા તમે ફોનમાંથી ફોટો પસંદ કરી શકો છો.

અહીં તમે અલગ અલગ ગ્રુપ અને ચેટ માટે વિવિધ વોલપેપર સેટ કરી શકો છો.

જો તમે લાઈટ થીમ માટે વોલપેપર સેટ કરવા માંગો છો, તો પછી તમે ડાર્ક મોડને બંધ કાર્ય પછી કસ્ટમ વોલપેપર સિલેક્ટ કરી શકો છો.

તમે ડાઈરેક્ટ ચેટ માં જઈને પણ વોલપેપર અને સાઉન્ડ (Wallpaper & Sound) ઓપ્શન પર ક્લિક કરીને પણ વોલપેપર સેટ કરી શકો છો. સ્ટેપ – Contact or Group Info > Wallpaper & Sound option


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment