Business

આ ચાર બેંકો સાથે વ્હોટ્સએપ એ શરુ કરી પેમેન્ટ સર્વિસ

Whatsapp payment service started in India, with 4 major Banks

whatsapp payment service started in india

  • ICICI બેંકે એપ્રિલ મહિનામાં વ્હોટ્સએપ પર બેંકિંગ સર્વિસ શરુ કરી હતી.
  • વ્હોટ્સએપ પેમેન્ટ માટે 4 બેંકો સાથે પાર્ટ્નરશિપ કરી છે.

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ એ ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સર્વિસ ચાલુ કરી દીધી છે. ફેસબુક માલિકીની એપ વોટ્સએપએ ચાર અગ્રણી બેંકો સાથે પાર્ટનરશીપ કરીને આ પેમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. જેમાં ICICI Bank, Axis bank, SBI, HDFC Bank સાથે પાર્ટરનશિપ કરી છે. આ જાણકારી વ્હોટ્સએપે પ્રેસ નોટ દ્વારા આપી છે.

14 વર્ષનો અનમોલ KBC ની હોટ સીટ પર બેસીને જીત્યો 25 લાખ

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો નવા ભાવ

બુધવારે આયોજિત Facebook ‘Fuel for India’ ની વર્ચુઅલ ઇવેન્ટમાં ICICI બેંકે જાહેરાત કરી હતી કે 20 લાખ થી વધારે ગ્રાહકોએ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ સાથે જોડાયા છે. આ સુવિધા શરૂઆતમાં 2 કરોડ વ્હોટ્સએપ રજિસ્ટર્ડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરી છે.

આ રીતે વાપરી શકાશે Whatsapp Payment Service

સૌ પ્રથમ વ્હોટ્સએપ ના હોમપેજ પર જમણી તરફ ઉપરની બાજુએ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે.
એના પછી તમને પેમેન્ટ (Payment) ઓપ્શન દેખાશે.

તેના પર ક્લિક કર્યા પછી પેમેન્ટ વિન્ડો ખુલશે, જેમાં Add new payments method પર ક્લિક કરશો એટલે accept કરવાનું રહેશે.

Accept કરતા જ તમામ બેંકોના નામ આવી જશે. જેમાંથી તમારી બેન્ક સિલેક્ટ કરવાની રહેશે.

તમે ICICI, HDFC, SBI કે Axis આમાંથી જે પણ બેંકના ગ્રાહક છો તો તે બેંક પર ક્લિક કરો.

પછી બેંકમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે નંબર થી વેરીફાઈ કરવાનું રહેશે.

બેંક વેરીફાઈ કર્યા પછી તમારા વ્હોટ્સઅપમા પેમેન્ટ સર્વિસની શરૂઆત થઈ જશે. એ પછી તમે કોઈપણ સાથે રૂપિયા મોકલી અને મંગાવી શકો છો.

સિક્યોર અને વિશ્વાસપાત

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સર્વિસની શરૂઆત કરતા કહ્યું કે, અમે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને પેમેન્ટ સંપૂર્ણ રીતે સિક્યોર અને વિશ્વાસપાત્ર બને તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. હવે તેના યુઝર્સને યુનિફાઈટ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) આધારિત પેમેન્ટની સુવિધાને ઉપલબ્ધ કરાવશે.

વ્હોટ્સએપ ઈન્ડિયાના પ્રમુખ અભિજીત બોસે જણાવ્યું કે, અમે ભારતની ચાર બેંકો સાથે પાર્ટનરશીપ કરી છે. અને અમે ઘણા ખુશ છીએ અને આ પેમેન્ટ સર્વિસ ને વધુ સિક્યોર બનાવવાના પ્રત્યન કરી રહ્યા છીએ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment