Social Media Utility

1 જાન્યુઆરી થી આ ફોનમાં WhatsApp થઈ જશે બંધ, જાણો લિસ્ટ

WhatsApp stop supporting old operating version

whatsapp stop support old version

નવા વર્ષની શરૂઆતમાં વોટ્સએપ જૂની ઓપરેટિંગ સિસ્ટમ માં સપોર્ટ બંધ કરી દેશે. વોટ્સએપ એ આ માટેનું લિસ્ટ જાહરે કર્યું છે. જે કેટલાક જુના એન્ડ્રોઇડ અને આઈફોનમાં સપોર્ટ બંધ કરે દેશે. જેનો અમલ 1લી જાન્યુઆરી 2021થી લાગુ થઈ જશે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે એન્ડ્રોઈડ 4.0.3 અને iOS 9 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેના સ્માર્ટફોન પર WhatsApp સપોર્ટ બંધ કરે દેશે. જો આપે વોટ્સએપ વાપરવું હોય તો લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો પડશે. તો જ બધા ફીચર્સનો ઉપયોગ કરી શકાશે. જેથી આગળ જણાવેલ વર્ઝનથી ઉપરના વર્ઝનનો ઉપયોગ કરવો જરૂરી છે.

આ ચાર બેંકો સાથે વ્હોટ્સએપ એ શરુ કરી પેમેન્ટ સર્વિસ

WhatsApp stop support old version

આ Android ફોનમાં નહીં ચાલે WhatsApp

એવા એન્ડ્રોઈડ ફોન જે Android 4.0.3 પર કામ કરતા નથી. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 મોડલ સામેલ છે. જો તમારે ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરવી હોય તો આપ સેટિંગ્સ માં જઈને ચેક કરી શકો છો.

જો આપ એન્ડ્રોઈડ (Android) યુઝર્સ તો પહેલા Settings પર જાઓ. ત્યાં About Phone માં જઈને આપ ફોનના ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશો. જેમની પાસે ફોન અપડેટ કરવાનું ઓપ્શન છે. તો તરત જ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરી લો.

આ iPhone પર WhatsApp થઈ જશે બંધ

Apple ના iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને iOS 9 ઓપરેટિંગ સિસ્ટમથી અપડેટ કરવા પડશે. આપણે બતાવી દઈ કે iPhone 6S, 6 Plus અને iPhone SE પ્રથમ જનરેશનના આઈફોન છે. જેથી તેને iOS 14થી અપડેટ કરી શકાય છે.

જો તમે iPhone યુઝ કરો છો તો સૌથી પહેલા સેટિંગ્સ (Settings) માં જાવ. પછી General સિલેક્ટ કરો. તેના પછી Information પર જવાથી આઈફોનના સોફ્ટવેરની ડિટેઈલ મળી જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment