શાઓમી Mi 11 થયો લોન્ચ, આ ફોનમાં છે દુનિયાનું સૌથી ફાસ્ટ પ્રોસેસર, જાણો શું છે કિંમત

By | December 29, 2020
Xiaomi Mi 11 Launched - Know price and specification

Xiaomi Mi 11 Launched

Xiaomi Mi 11 Launched – શાઓમી એ નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi Mi 11 લોન્ચ કર્યો છે. શાઓમી દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં 5G સપોર્ટેડ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપ્યું છે. સ્નેપડ્રેગન દુનિયાનો સૌથી ફાસ્ટ પ્રોસેસર છે. Mi 11માં શાઓમીની એડવાન્સ ડિસ્પ્લે આપી છે. Mi 11 ની ડિસ્પ્લેને E4 લાઈટ ઈમિટિંગનો ઉપયોગ કરીને બનાવી છે. કંપની આ સ્માર્ટફોન સાથે ચાર્જરની સુવિધા નથી આપી રહી.

2020ના ટોપ સ્માર્ટફોન – જુઓ બેસ્ટ લો બજેટ ફોન લિસ્ટ

Xiaomi Mi 11 ની કિંમત – Price

આ સ્માર્ટફોનની કિંમત આશરે 45,000 રૂપિયા છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળશે.

જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત આશરે 48,300 રૂપિયા હશે.

Mi 11માં ટોપ વેરિયન્ટમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ની આશરે કિંમત 52,800 રૂપિયા હશે.

Xiaomi Mi 11 સ્પેસિફિકેશન – Specification

ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ 10 આધારિત MIUI 12.5 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

ફોનમાં 6.81 ઇંચની ડિસ્પ્લે HDR10+ માં ઉપલબ્ધ હશે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ Victus નો સપોર્ટ છે.

આમ આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધી રેમ, 256 જીબી સ્ટોરેજ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપ્યું છે.

કેમરાની વાત કરીએ તો Mi 11માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 108 મેગાપિક્સલ નો કેમરો આવશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આઈફોન 12ના કેમેરા કરતા 3.7 ગણો મોટો છે. 8k વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. બીજો લેન્સ 13 મેગાપિક્સલ નો છે જેમાં વાઈડ એંગલ લેન્સ છે. ત્રીજા લેન્સમાં 5 મેગાપિક્સલ લેન્સ છે. જ્યારે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

Xiaomi Mi 11માં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6E, બ્લુટુથ v5.2, GPS/A-GPS, NFC, ઇન્ફ્રારેડ, યુએસબી ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે.

ફોનમાં હાર્મન કાર્ડન (Harmon Kardon) ઓડિયો ના સ્પીકર આપવામાં આવ્યા છે. ડિસ્પ્લે ફિંગર-પ્રિન્ટ સેંસર પણ સામેલ છે.

આ સ્મરફોનમાં 4600mAh ની બેટરી છે જે Mi TurboCharge 55W વાયર ચાર્જિંગ અને 50W ચાર્જિંગને સપોર્ટ કરે છે. એમાં 10W નો વાયરલેસ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ છે. જ્યારે ફોનનો વજન 194 ગ્રામ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *