2021નું નવું વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. એમાં આપ જો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આમ નવો ફોન ખરીદ્યા બાદ કેટલીક બાબતો પર ફોક્સ કરીએ તો એક મેઈન ફોનનું સ્ક્રીન ગાર્ડ છે. આપડે નવાં ફોનમાં સ્ક્રીન ગાર્ડ એટલાં માટે લગાવીએ છીએ કે ફોનમાં કોઈ સ્ક્રેચ કે નુકશાન ન થાય. પરંતુ આના સિવાય પણ ફોનમાં અમુક એવાં સેટિંગ્સ (4 important android tips and tricks) છે જે ખુબ જ જરૂરી છે. તો આજે જાણીએ કે ક્યાં એવા સેટિંગ્સ છે જેનું ખાસ ધ્યાન રાખવાથી અનેક કામ સરળ થઈ જશે.
ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય બ્લડ સુગર લેવલ, જાણો વિગતવાર
4 important Android tips and tricks
Widget and Apps
નવો ફોન ખરીદ્યા પછી કેટલાક એવાં કેટલાક Widget જે આપણા ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ હોય છે. આમ એવી ઘણી એપ્સ અને Widget ફોનની બેટરી બેકઅપની કન્ઝયુમ કરે છે. તો આપ ફોનમાં ના કામના Widget કે એપ્સ હોય તો હટાવી દો જેનાથી ફોનની બેટરી ઉતારવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.
Customize Home Screen
નવો ફોન ખરીદ્યા બાદ તેની હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરી લો. જેમ કે વોલપેપર, કલર, એપ્સ આઇકન્સને આપની જરૂરિયાત પ્રમાણે એડજસ્ટ કરી લો. કેમકે જે એપ્સને વારંવાર યુઝ કરવાની હોય એને હોમ સ્ક્રીન પર સેટ કરી લો. જેનાથી ફોન યુઝ કરવામાં સરળતા રહેશે.
Secure your Smartphone
કોઈપણ સ્માર્ટફોન માટે સિક્યોરિટી ખુબ જ જરૂરી છે. આમ જ્યારે આપણે નવો ફોન લઈએ એ પહેલા તેની સિક્યોરિટી વિશે વિચાર આવે છે. તો ફોનની સિક્યોર કરવો પણ જરૂરી છે. જેમ કે પાસવર્ડ, ફેસ લોક, ફિંગર પ્રિન્ટ, પેટર્ન લોક જેવાં ઓપ્શનમાંથી કોઈપણ એકની પસંદગી કરવી જોઈએ.
Device Manager App
જો આપે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો છે તો એમાં Device Manager એપ ડાઉનલોડ કરી દો. આ એપ એવી છે જે દરેક સ્માર્ટફોનમાં હોવું જરૂરી છે. આ એપની મદદથી ફોન ખોવાઈ જતાં લોકેશન જાણી શકાશે, રિંગ કરવાની સાથી જ લોક પણ કરવાની સુવિધા પણ મળે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ