આજે બુધવારના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમા અનેક મહત્વની બાબતો પર ચર્ચા થઈ હતી. જેમાં અન્ય ધોરણના ક્લાસ ચાલુ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતા કહ્યું હતું કે ધોરણ 9 અને 11ના ક્લાસ શરૂ કરવામાં આવશે. સાથે ટ્યુશન ક્લાસીસને પણ 1 ફેબ્રુઆરીથી મંજૂરી આપવામાં આવી છે.
સરકારે TikTok, UC Browser સહીત 59 એપ્સ પર કાયમ માટે મુક્યો પ્રતિબંધ
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ કર્યા પછી ઓફલાઈન શિક્ષણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.
આટલા નિયમોનું પાલન કરવાનું રહેશે
ફેસ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.
બે લોકો વચ્ચે 6 ફૂટનું સામાજિક અંતર રાખવું પડશે.
ગમે ત્યાં થૂકી શકાશે નહીં.
જરુર પડે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
અમુક સમયના અંતરે હાથ ધોવા પડશે.
બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જઈ શકશે, જેના માટે વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર સખત પ્રતિબંધ રહેશે.
એસી લાગેલું હોય તો તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી જે તે સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, પાણીની બોટલ જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થીઓને વધારે સંખ્યામાં એકસાથે લેબોરેટરીમાં લઈ જઈ શકાશે નહીં.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ