Gujarat News

હવે ઘરે બેઠા જ કરો આધારકાર્ડ અપડેટ, જનસેવા કેન્દ્ર જવાની જરૂર નથી

Update Aadhaar Card at your Home - Know All Steps

How to Aadhar Card Update Online

uidai aadhar update – દેશમાં કોઈપણ પુરાવા માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. કેમકે કોઈપણ સરકારી કામ માટે દસ્તાવેજ તરીકે આધાર કાર્ડની જ જરૂર પડે છે. આમ જો આપણી પાસે આધાર કાર્ડ ના હોય તો કામ અટકી પડે છે. માટે આધારકાર્ડમાં કોઈ નાની ભૂલ હોય તો પણ કામ અટકી જાય છે અને યોગ્ય રીતે થતા નથી.આમ હવે તમે આધારકાર્ડમાં રહેલી કોઈ પણ ભૂલો ઘરે બેઠા જ સુધારી (uidai aadhar update) શકો છો.

આધારકાર્ડ દ્વારા આ સેલ્ફ સર્વિસ (aadhar self service update portal) શરૂ કરવામાં આવી છે. જેમાં આપ નામ સિવાય સરનામું (Address), જન્મતારીખ (Birthdate), લિંગ (Gender) વગેરેને આ સર્વિસ હેઠળ સુધારો કરી શકો છો. એના માટે એક જ શરત છે કે આધાર સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોવો જોઈએ. ચાલો બતાવીએ કેવી રીતે ઘરે બેઠા થશે આધારકાર્ડ અપડેટ.

16 જાન્યુઆરીથી શરૂ થશે દેશમાં કોરોના વેક્સિનેશન, પહેલા 3 કરોડ આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે

આવી રીતે કરો તમારું આધારકાર્ડ અપડેટ (How to Update Aadhar Card online)

– આધારકાર્ડમાં અપડેટ (aadhaar update) માટે સૌથી પહેલા તેની ઑફિશીયલ વૅબસાઇટ uidai.gov.in પર જવું પડશે.

– ત્યારબાદ તમને અહીં માય આધાર (My Aadhaar) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

– પછી Update Your Aadhaar માં જઈને Update your Demographics Data Online પર ક્લિક કરવું પડશે.

– જેવા તમે ક્લિક કરશો તરત જ તમે UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (aadhar self service update portal) ની વેબસાઇટ ssup.uidai.gov.in (ssup portal) પર રિડાયરેક્ટ થઇ જશો.

– ત્યારબાદ તમારે 12 ડિજીટનો આધાર નંબર નાખીને લોગીન કરવું પડશે.

– હવે આપવામાં આવેલા કેપ્ચા (Captcha) ભરીને સેન્ડ ઓટીપી (Send OTP) પર ક્લિક કરવાનું રહેશે.

– જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી (OTP) આવશે.

– ઓટીપી (OTP) નાખ્યા બાદ નવું પેજ સામે આવશે, જ્યા તમારે એડ્રેસ, ડેટ ઓફ બર્થ, નામ અને જેન્ડર સહીત કેટલીક ડિટેઈલ્સ એડ કરવાની રહેશે.

– આટલું કર્યા બાદ એ સેક્શન સિલેક્ટ કરવું પડશે જેમાં તમારે અપડેટ કરવું છે. બાદમાં આઈડી પ્રુફ (ID Proof) આપવાનું રહેશે.

– બધી માહિતી આપ્યા બાદ રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે તે ઓટીપી નાખીને સેટિંગ ચેન્જ કરવાનું રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ