Business Gadgets

Amazon Republic Day Sale આજથી શરૂ, આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ

Amazon Republic Day Sale 2021, Get upto 70% discount

Amazon Republic Day Sale 2021

ઇ-કોમર્સ કંપની અમેઝોન પર અમેઝોન રિપબ્લિક ડે સેલ (Amazon Republic Day Sale) ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં તમને સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાં સારી એવી ઓફર્સ મળી રહી છે. આ સેલની શરૂઆત 19 જાન્યુઆરી અમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે લાઈવ કરી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય યુઝર્સ 20 જાન્યુઆરીથી આ સેલનો લાભ ઉઠાવી શકશે. આ સેલમાં સ્માર્ટફોનમાં 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે.

વોટ્સએપ એકાઉન્ટ નહીં થાય બંધ, નવી પ્રાઈવેસી પોલિસી મે મહિના સુધી ટળી

SBI ક્રેડિટ કાર્ડ્સ પર મળશે ડિસ્કાઉન્ટ

Amazon Republic Day Saleમાં SBI ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ થી પેમેન્ટ કરવા પર 10% ની છૂટ મળશે. સેલમાં બજાજ ફાયનાન્સ, અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ, ક્રેડિટ કાર્ડ સહિત કેટલાય ડેબિટ કાર્ડ દ્વારા No Cost EMI પર ઓફર આપવામાં આવી રહી છે.

આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ

Amazon Republic Day સેલમાં iPhone 12 mini, Samsung Galaxy M31s, Redmi Note 9 Pro, OnePlus 8 Pro 5G, Oppo A31 સહિતના ઘણા બધા સ્માર્ટફોન્સ પર શાનદાર ઓફર્સ મળશે.

40 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ

Amazon Republic Day સેલમાં Samsung, OnePlus, LG, Amazfit, Xiaomi, JBL, Bosch, HP, Canon, Lenovo, boAt, Sony, Fujifilm જેવી કંપનીઓની પ્રૉડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં મોબાઇલ અને એસેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

હોમ સ્ટોરેજ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિલાઓના નાઈટ સૂટ્સ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

માઇક્રોવેવ પ્રોડક્ટ્સ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ