Night Curfew in Gujarat – ગુજરાતમા ચાર મહાનગરોમાં આજે રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફયુને લઈને જાહેરાત કરી છે. આગામી 15 દિવસ એટલે કે 31 જાન્યુઆરી સુધી કર્ફ્યુ યથાવત રહેશે. રાજયના ચાર મહાનગરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
તમારે ફોનને જલ્દી ચાર્જ કરવો છે, તો અપનાવો આ સરળ ટ્રીક
જોકે લોકોને એવું હતું કે હવે કોરોના કાબુમાં છે અને વેકસીન પણ આવીગઈ છે તો રાત્રિ કર્ફ્યુ સમાપ્ત થશે. પરંતુ જામનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન આજે મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવમાં આવ્યું છે કે રાત્રિ કર્ફયુ (night curfew) યથાવત રહેશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા માં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે.
સીએમ રૂપાણીએ લોકોને એ વિનંતી કરી કે તેઓ થોડી ધીરજ રાખે. આમ આવતીકાલથી કોરોના રસી અભિયાન પણ શરુ થઈ રહ્યું છે એવામાં સરકાર હાલ કોઈ જોખમ લેવા માંગતી નથી.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ