Best 2GB per day Data plans – ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં જીયોની એન્ટ્રી પછી ડેટા સસ્તો થયો છે અને વપરાશ ઘણો વધી ગયો છે. વિડીયો જોવાથી લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાં સુધી યુઝર્સ હંમેશા મોબાઈલ ડેટાની જરૂર પડે છે. ભારતમાં બાકીના ટેલિકોમ ઓપરેટરો પણ ડેટા આપવાને લઈને ધ્યાન આપી રહ્યા છે. આમ અમે તમને જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયાના 2 જીબી ડેઈલી ડેટા સાથે સસ્તા પ્રિપેઇડ પ્લાન્સ વિશે જણાવીશું.
ફાયદાની વાત – Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, જાણો વિગત
Best 2GB Jio vs Airtel vs Vi Data Plans
Airtel Rs 298 Prepaid Plan
એરટેલના 298 રૂપિયા વાળા પ્લેનમાં 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. એની સાથી અનલિમિટેડ ફોન અને રોજ 100SMS પણ આ પ્લાનમાં મળે છે. આ પ્લાન સાથે યુઝર્સને વિંક મ્યુઝિક અને એરટેલ એક્સટ્રિમ જેવી એપ્સ પણ વાપરવા મળે છે.
Airtel Rs 449 Prepaid Plan
એરટેલનો 449 રૂપિયાનો આ પ્લાન પણ 249 રૂપિયા જેવો જ છે. પરંતુ આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આવે છે. આમ યુઝર્સને દરરોજ 2જીબી ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ અને રોજ 100SMS મળે છે. આ પ્લાનમાં યુઝર્સને વિંક મ્યુઝિક અને એરટેલ Xstream એપ્સનો લાભ પણ મળે છે.
Jio Rs 249 prepaid plan
249 રૂપિયા વાળો જીઓનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમ યુઝર્સને રોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100SMS પણ મળે છે. સાથે આ પ્લાનમાં જીઓની પ્રીમિયમ એપ્સના સબસ્ક્રિપ્શનનો લાભ ગગ્રાહકને મળે છે.
Vodafone Idea Rs 595 Prepaid Plan
વોડાફોન આઈડિયાના 595 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા સાથે 56 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100SMS યુઝર્સને મળે છે. સાથે જી5 પ્રીમિયમ અને Vi એપ સબસ્ક્રિપ્શનનો લાભ ગ્રાહકને ફ્રી માં આ પ્લાનમાં મળે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ