Corona Virus Vaccine Drive – દેશમાં કોરોના વેક્સિન 16 જાન્યુઆરીથી કોરોના વોરિયર્સ માટે શરૂ થશે. પ્રથમ 3 કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવશે. એના પછી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસીઆપવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિની લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કોરોના વેક્સિનના અભિયાનની શરુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ફાયદાની વાત – બેંકમાં FD કરાવી છે તો જાણી લો આ વાતો
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મી ઓને રસી મુકવામાં આવશે. જેની અંદાજિત સંખ્યા 3 કરોડ
છે. એના પછી 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને અને નીચેની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. કે જે પહેલેથી કોઈ ગંભીર રોગથી પીડાય છે. આવા અંદાજે 27 કરોડ લોકો છે.
આજની બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પીએમના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના રસીની તૈયારી અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે કો-વિન રસી ડિલિવરી મેન્જમેન્ટ સિસ્ટમ વિશે પણ માહિતી મેળવી હતી.
દેશમાં બે વેક્સિનને મંજૂરી મળી
ઈમરજંસી ઉપયોગ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભાર બાયોટેકની કો-વેક્સિન સામેલ છે.
વેક્સિનને લઈને મહત્વપૂર્ણ વાતો
એક બુથ પર દરેક રાઉન્ડમાં 100 થી 200 લોકોને રસી આપવામાં આવશે. રસી આપ્યાના 30 મિનિટ સુધી મોનીટરીંગ કરવામાં આવશે જેનાથી તેની કોઈ આડઅસર થાય તો ખબર પડે. રસીકરણ કેન્દ્રમાં એક વ્યક્તિને એક જ વખત રસી આપવામાં આવશે. કોવીન એપ પર પહેલેથી રજીસ્ટર્ડ લોકોને જ રસી આપવામાં આવશે. રસીકરણ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ