Utility

ભૂલથી પણ ડાઉનલોડ ન કરતાં આ 7 એપ્સ, મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ જશે

These 7 Android Apps do not download by mistake

Do not install 7 android apps – ભારત દેશમાં ઇન્ટરનેટ યુઝર માટે કસ્ટમર કેર સ્કેમ (customer care scam) એક મોટી સમસ્યા બની ગઈ છે. એના કારણે અનેક પ્રકારના સ્કેમ થતા હોય છે. જેનાથી લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. કોઈ કંપનીનો કસ્ટમર કેર નંબર જાણવા માટે યુઝર ગૂગલ (Google) પર સર્ચ કરે છે અને તેને ડાયલ કરે છે.

ધ્યાન રાખજો આ શરતો – નહીં તો વોટ્સએપ એકાઉન્ટ થશે ડિલીટ, જાણો વિગત

Realmeના આ 7 સ્માર્ટફોન મળી રહ્યા છે એકદમ સસ્તામાં, જાણો વિગત

પરંતુ અનેકવાર ગૂગલ (Google) પર સર્ચ કરવામાં આવતા કસ્ટમેર કેર નંબરનું પહેલું નકલી હોય છે, જેને સ્કેમ કરનારા લોકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આમ આ નંબર પર ફોન લગાડવાની થોડી વાર બાદ જ કસ્ટમરના એકાઉન્ટમાં રહેલા નાણાં ગાયબ થઇ જાય છે. આવી સ્કેમની ઘણી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે.

આવા ફ્રોડમાં સૌથી વધારે રિમોટ કંટ્રોલવાળી એપ જ હથિયાર બને છે. આમ સ્કેમરો સ્કેમને અંજામ આપવા માટે મોબાઈલ યુઝરને તેના એન્ડ્રોઈડ ફોનમાં રિમોટ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કરવા મજબુર કરે છે. રિમોટ ડેસ્કટોપ એપ એન્ડ્રોઇડ ફોન પર કેવી રીતે કામ કરે છે તેની જાણ ઘણા ઓછા લોકોને ખબર હોય છે.

કેવી રીતે સ્કેમર લગાવી શકે છે ચૂનો

સાઈબર ફ્રોડ લોકોને મેસેજ દ્વારા એક લિંક મોકલે છે અને રિમોટ એક્સેસવાળી કોઈ એપ ડાઉનલોડ કરવા જણાવે છે. પરંતુ લોકોને એ વાતની એ ખબર નથી હોતી કે એપને ડાઉનલોડ કર્યા પછી તેમના ફોનનો તમામ એક્સેસ સ્કેમરના હાથમાં જતો રહે છે.

ત્યારબાદ સ્કેમર ફોનમાં સ્ક્રીન રેકોર્ડીંગ શરૂ કરી દે છે. પછી યુપીઆઈ (UPI) લોગીઈન કરતી વખતે ફોનમાં આવેલો ઓટીપી (OTP) જાણી લે છે.

જોવા જઈ તો દરેક રિમોટ કંટ્રોલવાળી એપ માલવેર એપ નથી હોતી. તે કામની એપ હોઈ શકે છે. પરંતુ જ્યારે તેનો ખોટો ઉપયોગ થવા લાગે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. જેનાથી યુઝરને ખુબ મોટાપાયે નુકસાન થઈ જાય છે.

ભૂલથી પણ આ 7 એપ્સ ન કરતા ડાઉનલોડ – 7 Android Apps

– Microsoft Remote desktop
– AirMirror: Remote support and Remote control devices
– TeamViewer QuickSupport
– Splashtop Personal- Remote Desktop
– AnyDesk Remote Control
– Chrome Remote Desktop
– AirDroid: Remote access and File


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment