અધધ… 24 કલાકમાં આટલા લાખ ડાઉનલોડ થઈ FAU-G ગેમ

By | January 27, 2021
FAUG Mobile Game - 10 lakh downloads in 24 hours

FAUG Mobile Game

FAUG મોબાઈલ ગેમ ઘણા સમય પછી ફાઈનલ 26 જાન્યુઆરીએ લોન્ચ કરી દીધી છે. હાલ આ ગેમ પુરી રીતે લોન્ચ કરવામાં આવી છે. કેમ કે ત્રણ મોડ્સ માંથી એક જ મોડમાં રમી શકાય છે. જ્યારે બીજા બે મોડ્સ જલ્દીથી લોન્ચ કરવામાં આવશે.

10 લાખથી વધુ વખત Download થઈ FAUG Mobile Game

જો કે, એફ્યુયુજી (ફિયરલેસ અને યુનાઇટેડ ગાર્ડ્સ) ગૂગલ પ્લે સ્ટોર પરથી 24 કલાકની અંદર લગભગ 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. પ્લે સ્ટોરનું રેટિંગ 7.7 છે. નોંધપાત્ર વાત એ છે કે, આ રમત હાલમાં ફક્ત ગૂગલ પ્લે સ્ટોર એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે જ ઉપલબ્ધ છે. જો કે, આઇફોન (iPhone) યુઝર્સે વધુ રાહ જોવી પડશે.

સરકારે TikTok, UC Browser સહીત 59 એપ્સ પર કાયમ માટે મુક્યો પ્રતિબંધ

ગૂગલ પ્લે સ્ટોર પર મળેલા રેટિંગની વાત કરીએ તો યુઝર્સના મિક્ષ રીવ્યુ મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ રમતમાં થતા અવરોધો વિશે ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને શાનદાર ગ્રાફિક્સવાળી રમત જણાવી રહ્યા છે. યુઝર્સની ફરિયાદ પર કંપનીએ જવાબ આપ્યો છે કે હાલ ટેક્નિકલ સમસ્યાને હલ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

ઉપલબ્ધ માહિતી અનુસાર, આ FAUG ગેમ સાથે ગલવાન ઘાટીનો સ્ક્રીનશોટ પણ અપલોડ કરવામાં આવ્યો છે. રમત ગલવાન ઘાટી હિંસા પર આધારિત છે. જો કે સંભવ છે કે ભવિષ્યમાં રમતની થીમમાં ફેરફારો કરવામાં આવશે. રમતના પ્રથમ મિશનનું નામ ગલવાન મિશન રાખવામાં આવ્યું છે.

PUBG ને ભારત પર પ્રતિબંધ મુક્તાની સાથે જ અક્ષય કુમારે ટ્વીટ કરીને FAUG નામની રમતના પોસ્ટર શેર કર્યા છે. જો કે, પાછળથી કંપની પર એવું કહેવામાં આવ્યું કે આ ગેમનું ડેવલોપમેન્ટ પહેલાથી થઈ રહ્યું હતું. આ મોબાઈલ રમવા માટે એપની ખરીદીનો વિકલ્પ પણ છે.

કંપનીએ 30 નવેમ્બરના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર FAUG ગેમને લાઈવ કરી હતી. ત્યારબાદથી પ્રિ-રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું હતું. આ રમત ભારતીય ગેમ ડેવલોપર કંપની nCore ગેમ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રમતમાંથી 20% કમાણી ભારતના વીર ટ્રસ્ટમાં જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ