Business

ફાયદાની વાત – બેંકમાં FD કરાવી છે તો જાણી લો આ વાતો

Fixed Deposit Benefits - Know all about Bank FD

Benefits of Fixed Deposit

Fixed Deposit Benefits – તમામ પ્રકારની બચત યોજનામાં લોકોનો પહેલો વિકલ્પ ફિક્સ્ડ ડિપોઝિટનો હોય છે. બચત કરવા માટે દરેક ઉંમરના લોકો આ ઓપ્શન સિલેક્ટ કરે છે. એનું સૌથી મોટું કારણ એક તો ટૂંકી અને લાંબી મુદત માટે તમે રોકણ કરી શકો છો. જ્યારે બીજું કારણ બીજી સ્કીમની સરખામણીએ સુરક્ષિત અને ઓછા જોખમનું છે. આજે તમને એફડી (FD) સાથે જોડાયેલ નિયમો, ટેક્સ સહિતની જાણકારી વિશે જણાવીશું.

આમ તો એફડી (FD) બે પ્રકારની હોય છે. એક ક્યુમ્યુલેટિવ એફડી બીજી નૉન-ક્યુમ્યુલેટિવ એફડી. જેમાં ત્રણ માસ અને વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. જોકે તમે નિયત સમયગાળા પર પણ વ્યાજનો લાભ મેળવી શકો છો.

વોટ્સએપ પર આવી રીતે કરો મેસેજ શિડ્યુલ, જાણો સમગ્ર પ્રોસેસ

Fiexd Deposit Benefits

– એફડીને રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.

– જેમાં મૂળ રકમન પર કોઈપણ પ્રકારનું જોખમ નથી હોતું, સાથે ચોક્કસ મુદત બાદ વ્યાજનો બેનિફિટ (fixed deposit benefits) મળે છે.

– ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવેલી રકમ સુરક્ષિત એટલાં માટે છે કે તેના પર માર્કેટના ઉતાર -ચઢાવની કોઈ અસર નથી થતી.

– એફડીમાં માસિક વ્યાજનો લાભ પણ લઈ શકાય છે.

– જોવા જઈએ તો ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ વધારે મળે છે, તેમાં પણ વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ મળે છે.

– કોઈ પણ એફડીમાં એક જ વખત રોકાણ કરવાનું રહે છે. જો રોકાણકારે વધુ રોકાણ કરવું હોય તો તેના માટે અલગથી બીજું એકાઉન્ટ ખોલાવવું પડે.

– ફિક્સ્ડ ડિપોઝિટની રકમ એના ચોક્કસ સમયે પાકતી હોય છે. એટલે કે તે સમય સુધી તમારે પૈસા જમા રાખવા પડે છે. જરૂર પડે તમે વચ્ચેથી પણ રકમ ઉપાડી શકો છો. જોકે, એફડીની સમય મર્યાદા કરતા પહેલા તોડવામાં આવે તો વ્યાજનું નુકસાન સહન કરવું પડે, સાથે અમુક પેન્લટી પણ ભરવી પડે છે. આ પેન્લટીની રકમ દરેક બેન્કની અલગ-અલગ હોય છે.

ટેક્સ કપાતનો નિયમ શું છે?

એફડી પર 0 થી 30 ટકા સુધી ટેક્સ કપાય છે. જે રોકાણકર્તાના ઈન્ક્મટેક્સ સ્લેબનાં આધારે કપાય છે. દા.ત. જો તમે એક વર્ષમાં 10,000થી વધારે કમાણી કરો છો તો તમારે એફડી પર 10 ટકા વ્યાજ આપવું પડશે. એના માટે તમારા પાનકાર્ડની કોપી જમા કરાવવી પડશે.

જો પાનકાર્ડ જમા નહિ કરાવો તો 20 ટકા ટીડીએસ કાપી લેવામાં આવે છે. જો રોકાણકાર ટેક્સના કપાતમાંથી બચવા માંગે છે તો તેમણે બેંકમાં ફોર્મ 15A ભરવું પડશે. આ એ લોકોને લાગુ પડશે કે જેઓ કોઈ ઈન્ક્મટેક્સ સ્લેબમાં નથી આવતા. ટેક્સ કપાતથી બચવા માટે વરિષ્ઠ નાગરિકોએ ફોર્મ 15H જમા કરાવવું પડે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ