Utility

ગૂગલે છેતરપિંડી કરી લોન આપનાર એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Google Removed Personal Loan Apps from Play Store

Google removed more than 100 personal loan apps

Removed Personal Loan Apps – ટેક જાયન્ટ કંપની ગૂગલે પર્સનલ લોન સાથે જોડાયેલી અનેક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. કંપની દ્વારા જાણવાવમાં આવ્યું છે કે આ એપ્સ સેફટીની પોલીસીનું ઉલ્લંઘન કરી રહી હતી. આ એપ લોન લેતા લોકોના ડેટા સાથે ચેળા કરતી હતી. યુઝર્સ અને સરકારી એજંસીઓએ આ લોન એપ્સને લઈને ચિંતા બતાવી હતી. ગ્રાહકો સાથે ફ્રોડ કરી લોન આપવાની લાલચ આપી પૈસા પડાવી લેવાની ઘટનાઓએ જોર પકડ્યું હતું. આમ આવી પ્લે સ્ટોર પર ઠગાઈ કરીને ખિસ્સા ખાલી કરતા એપની ભરમાળ છે.

હવે ઘરે બેઠા જ કરો આધારકાર્ડ અપડેટ, જનસેવા કેન્દ્ર જવાની જરૂર નથી

ગૂગલ પ્લે સ્ટોર પરથી કાઢી નાખેલી એપ્લિકેશનનું નામ કે લિસ્ટ જણાવ્યુ નથી પરંતુ કંપનીનું કહેવું છે. ગ્રાહકોએ અને સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હતી. ફિનટેક એક્સપર્ટ શ્રીકાંતે કહ્યું કે, ગૂગલે છેલ્લા 10 દિવસમાં ઓછામાં ઓછી 118 આવી એપ્સને હટાવી દીધી છે.

એપ ડેવલોપર્સને આપી ચેતવણી

ગૂગલ આકરા પાણીએ આવતા એપ ડેવલોપર્સને કાયદાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા પણ ચેતવણી આપી છે. જો આમ નહિ કરવામાં આવે તો પ્લે સ્ટોર પરથી દૂર (remove personal loan apps) કરવામાં આવશે.

સુરક્ષાના નિયમો તોડ્યા

ગ્રાહકોને સરળ લોનના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. 60 દિવસ કરતા વધુ ચુકવણીના સમયની મંજૂરી આપતી એપને જ મંજૂરી આપવામાં આવશે. સમીક્ષા કર્યા પછી જેમને સુરક્ષાના નિયમોનું પાલન ન કર્યું હોવાનું જાણવા મળતાં આ એપ્સને રિમૂવ કરવામાં આવે છે. ગૂગલ એવી જ એપ્સને પરમિશન આપશે જેમાં લોન ચૂકવવા માટે 60 દિવસથી વધુનો સમય આપવામાં આવશે.

RBI એ પણ ચિંતા વ્યક્ત કરી

રિઝર્વ બેંકે ગ્રાહકોને મોબાઈલ એપ્સ પર મળતી સસ્તી લોન માટે ચેતવણી આપી હતી. આ માટે સેન્ટ્રલ બેંકે 6 મેમ્બરની કમીટી પણ બનાવી છે. આમ એપ ડેવલપરને પણ ચેતવણી આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ