Govt Jobs

સરકારી નોકરી, પોસ્ટ વિભાગમાં ગુજરાત સર્કલ માટે 1826 પદો પર ભરતી

Governement Jobs recruitment gramin dak sevak indian post

Gramin Dak Sevak Job – ઇન્ડિયા પોસ્ટ ગુજરાત પોસ્ટ સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ પર ભરતી માટે અરજી મગાવી છે. સરકારી નોકરી શોધી રહેલા યુવકો માટે આ સારી તક છે. ગ્રામીણ ડાક સેવક દ્વારા કુલ 1826 જગ્યા માટે અરજી માગવવામાં આવી છે. આ પોસ્ટની (Gramin Dak Sevak) અરજી માટે ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. વધુ માહિતી નીચે મુજબ છે.

જીયોની ન્યુયર ગિફ્ટ, તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ સાથે લોન્ચ કર્યા 4 સસ્તા પ્લાન

ગ્રામીણ ડાક સેવકની કામગીરી

ગ્રામીણ ડાક સેવક ની નોકરીમાં પોસ્ટલ ટિકિટ્સનું વેચાણ, સ્ટેશનરી, મેસેજ અને પોસ્ટની ડિલિવરી તથા પોસ્ટ માસ્ટર સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી અન્ય કામગીરી કરવાની રહેશે.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

આ ઉપરાંત ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી)ની કામગીરી સોંપવામાં આવે છે.

વય મર્યાદા

આ જાહેરાતની અરજી કરતા ઉમેદવારની ઉમર 21-12-2020ના મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ઉપલી વય મર્યાદા મામલે SC/STને 5 વર્ષ જ્યારે OBCને 3 વર્ષ અને દિવ્યાંગને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે.

જ્યારે EWS સેક્શને ઉપલી વય મર્યાદામાં કોઈ છૂટછાટ મળશે નહીં.

લાયકાત

શૂળ બોર્ડમાંથી ધોરણ 10 ગણિત – અંગ્રેજી સાથે પાસ હોવું જોઈએ.

આ સાથે ઉમેદવારે 10 સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

આ ઉપરાંત માન્ય સંસ્થામાંથી 60 દિવસનો બેસિક કમ્પ્યુટર ટ્રેનિંગ સર્ટિ. કોર્સ કરેલો હોવો પણ જરૂરી છે.

ઉમેદવારને સાયકલ આવડવી જોઈએ. જોકે દિવ્યાંગ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે.

કેવી રીતે અપ્લાય કરશો?

આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline પર જઈને અરજી કરી શકે છે. તેમજ પોસ્ટ વિભાગની જાહેરાતનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આ સાઇટ પર પણ આપને મળી રહેશે.

કેટલો પગાર મળશે?

પોસ્ટ વિભાગના નોટિફિકેશન મુજબ ગ્રામીણ ડાક સેવકને ઓછામાં ઓછા 4 કલાકના TRCA માટે માસિક 10,000 રૂપિયા અને 5 કલાક TRCA માટે માસિક 12,000 રૂપિયા ચૂકવવામાં આવશે.

કેટલી ફી હશે?

આ પદો માટે અરજી કરતા સમયે ઓપન કેટેગરી, OBC, EWS પુરુષ ઉમેદવાર અને ટ્રાન્સ પુરુષ સહિતની કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment