દરેક દેશવાસીઓને અમારા તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ. 26 January ના દિવસને Happy Republic Day કહેવામાં આવે છે. ભારતનું બંધારણ સત્તાવાર રીતે અમલમાં આવ્યું તે દિવસને માન આપવા માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ. જેમાં સ્કૂલ, કોલેજ તથા અન્ય અલગ અલગ જગ્યાઓ પર તિરંગાને સલામી આપીને દેશ ભકિતના ગુણગાન ગાઈએ છીએ.
મુખ્ય ઉજવણી ભારતની રાજધાની નવી દિલ્હીમાં રાજપથ ખાતે ભારતના રાષ્ટ્રપતિ અને અન્ય દેશના રાજ્યના વડા અથવા રાજ્યના સન્માનના મહેમાન તરીકે આવે છે. આમ આ ઉજવણીમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે.
લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.
શાળાઓ અને કોલેજો દ્વારા આ દિવસે ત્રિરંગો લહેરાવવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અન્ય જગ્યાએ રાજકીય નેતાઓ દ્વારા અને આપણા ભારતીય જવાનો પરેડ કરીને પોતાના કરતબો રજુ કરે છે. આપણા જવાનોની કરતબો જોઈને આપણી છાતી ગજગજ ફૂલે છે. જે ખુબ જ જોવા જેવું હોય છે.
આ વર્ષે ભારત 72 મો ગણતંત્ર દિવસ (Happy 72 Republic Day) ઉજવશે. અમે આ પ્રસંગે તમારા કુટુંબ અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવવા માટે સંદેશાઓ લઈને આવ્યા છીએ.
Happy Republic Day 2021 Quotes in Gujarati
નથી જીવતો બેવફા માટે કે,
નથી જીવતો સનમ માટે,
જીવું છું તો બસ દેશ વતન માટે…
Republic Day Wishes
દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર થયા છીએ અમે,
કોઈ પૂછે કોણ છો તમે?
તો ગર્વ થી કહીશું ભારતીય છીએ અમે…
Happy Republic Day Whatsapp Status
આપો સલામી આ તિરંગાને,
જેનાથી તમારી શાન છે,
શિર હંમેશા ઊંચું રાખજો તેનું,
જ્યાં સુધી દિલમાં જાન છે…
Republic Day Wishes 2021
ઉઠો જાગો એ વતનવાસીઓ,
વતન પર દુશ્મનોની નજર છે,
બતાવી દો દુશ્મનોને કે…
તમને પણ વતનની કદર છે…
ગણતંત્ર દિવસની શુભકામનાઓ
26 January Wishes in Gujarati
આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન…
Gujarati Quotes on Republic Day
આ વાત હવાઓ ને કહી રાખજો,
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો…
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ