Utility

આ 10 સ્ટેપથી જાણો તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી

How to check your Aadhar Card Real or Fake

check your Aadhar Card Real or Fake

આધારકાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. શાળામાં એડમિશનથી લઈને સારી નોકરીમાં મળનારા ફાયદા લેવા માટે આ મહત્વનું ડોક્યુમેન્ટ છે. અને બીજા સરકારી કે અન્ય કામકાજ માટે આધારકાર્ડ જરૂરી છે. આમ, યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાનારા આધાર કાર્ડમાં એક યૂઝરની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી નોંધાયેલી હોય છે.

આ 5 બિઝનેસ શરૂ કરીને કરો લાખોની કમાણી, સરકાર તરફથી પણ મળશે આર્થિક સહાય

આમ તમને ખ્યાલ આવે કે તમારું આધારકાર્ડ નકલી છે તો ઘણી મુશ્કેલી પડે છે. આ માટે તમારે એ જાણવું જરૂરી છે કે તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી (check aadhar card real or fake). હવે એ જાણવું ખુબ સરળ બન્યું છે, કેમ કે યૂઆઈડીએઆઈ આ સુવિધા ઘરે બેઠા ગ્રાહકોને આપે છે.

આ રીતે ચેક કરો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી – How to Check Aadhar Card Real or Fake

– સૌથી પહેલાં તમારે આ લિંક પર https://uidai.gov.in/my-aadhaar/avail-aadhaar-services.html ક્લિક કરવાનું રહેશે
– અહીં તમારી સામે એક પેજ ખુલશે.
– હવે પહેલા ઓપ્શન Verify Aadhaar પર ક્લિક કરવાનું રહેશે.
– ત્યારબાદ આપની સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે.
– અહીં તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.
– તમારે તમારો 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનો છે.
– ત્યારબાદ જે કેપ્ચા દેખાઈ રહ્યા છે તે એન્ટર કરવાના રહેશે. આ પછી વેરિફાઈ બટન પર ક્લિક કરો.
– તમારો આધાર નંબર સાચો છે તો એક નવું પેજ ઓપન થશે.
– તમને તમારો આધાર નંબર સાથે એક મેસેજ મળશે. જેમ કે તમારો આધાર નંબર 9908XXXXXXXX છે.
– આ પછી તેની નીચે તમારી ઉંમર, જાતિ, રાજ્ય અને મોબાઈલ નંબર (છેલ્લા 3 અંક) જોવા મળશે.

જાણો તમારું આધારકાર્ડ ક્યાં અને કયા કામમાં ઉપયોગમાં લેવાયું

– આ લિંક પર https://resident.uidai.gov.in/aadhaar-auth-history ક્લિક કરો.
– તમારો આધાર નંબર નાંખો અને તેની નીચે સુરક્ષા કોડ (કેપ્ચા) નાંખીને પ્રમાણિત કરો.
– જનરેટ ઓટીપી પર ક્લિક કરો.
– ઓટીપી જનરેટ થયા બાદ રજીસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવશે.
– આ ઓટીપી લખો અને સાથે તેને સબમિટ કરો.
– આ સાથે તમને સમય અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ જણાવશે.
– આ પછી તમે પસંદ કરેલી તારીખ, સમય અને આધાર સાથેની તમામ જાણકારી તમને મળી જશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ