ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય બ્લડ સુગર લેવલ, જાણો વિગતવાર

By | January 4, 2021
Blood Sugar Level Check - How to Check at your Home

check blood sugar level

How to check or test blood sugar level – આજના સમયમાં ડાયાબિટીસ (Diabetes) ના દર્દીની સમસ્યા ઘણી છે. ડાયાબિટીસ ના કારણે શરીરમાં પર્યાપ્ત ઈન્સુલિન બનતું નથી અથવા કેટલીક સ્થિતિમાં શરીર ઈન્સુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી.

બ્લડમાં અનિયમિત સુગર લેવલના કારણે ઘણા પ્રોબ્લેમ થાય છે. જેમાં આંખની સમસ્યા, હાર્ટ સંબંધિત, કિડની પર અસર જેવી સમસ્યા થતી હોય છે.

અનેક પ્રકારનાં દુખાવાથી છુટકારો મેળવવા રોજ પીવો એક ગ્લાસ આદુ-હળદરનું પાણી

આ પ્રકારના પ્રોબ્લેમ્સ થી બચવા માટે આપ ઘરે બેઠા પણ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.

આમ આપે ઘરમાં જ રહીને બલ્ડ સુગર ચેક કરવાથી એ ફાયદો છે કે પોતાનું સુગર લેવલ કેવી રીતે કંટ્રોલ કરવું. તો ચાલો જાણીએ કે ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો સુગર લેવલ.

Centers for Disease Control and Prevention (CDC) ના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે બલ્ડ સુગર લેવલ 70થી 140 મિલીગ્રામ પર ડેસીલીટર હોવું જોઈએ. એટલે કે બલ્ડ સુગર લેવલ 70 mg/dl અને હાઈ બ્લડ સુગર 140 mg/dl હોવું જોઈએ. ગ્લુકોઝની માત્રને કંટ્રોલ કરવાથી પણ ડાયાબિટિસ (Diabetes) થી બચી શકો છો.

આપ ડોક્ટર પાસે પણ બલ્ડ સુગર લેવલ ટેસ્ટ ટેસ્ટ કરાવી શકો છો. ડોકટર એવું જણાવશે કે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને પ્રિ-ડાયાબિટસમાં તમારું બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

કેવી રીતે કરી શકો ટેસ્ટ? – How to Check/Test Blood Sugar Level?

આમ તો બ્લડ ગ્લુકોઝ ઘણા પ્રકારે ટેસ્ટ કરી શકાય છે. આના માટે તમે ટેસ્ટ સ્ટ્રિપ્સ અથવા ગ્લુકોઝ મીટરનો ઉપયોગ કરી શકો છો. અથવા લેન્સેન્ટ (Lancet) ડિવાઇસની મદદથી ટેસ્ટ કરી શકો છો.

ઘરે બ્લડ સુગર લેવલ ચેક કરતી વખતે ખાસ આટલું ધ્યાન રાખો

– ટેસ્ટિંગ પહેલા હાથ ધોવાનું ભૂલશો નહીં.
– લેન્સેન્ટ (Lancet) ને Lancet ડિવાઈસમાં જ રાખો, જેથી તપાસ માટે તૈયાર રહે.
– મીટરમાં નવી ટેસ્ટ સ્ટ્રિપનો ઉપયોગ કરો.
– ટેસ્ટિંગ સ્ટ્રિપમાં ખૂબ સાવધાનીથી બ્લડનું ટીપું નાખો અને પરિણામની રાહ જુઓ.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

એક સામાન્ય અને ડાયાબિટીસના દર્દીમાં ગ્લુકોઝનું સ્તર દિવસ દરમિયાન બદલાતું રહે છે. એના માટે અમુક સમયે ડોક્ટર પાસે જવું અને સલાહ લેવી જરૂરી છે. અને ચેકઅપ કરાવવાનું પણ ભૂલશો નહીં. જો તમે પોતાના બ્લડ સુગર લેવલનું જાતે મોનીટરીંગ કરવા માગો છો તો ડોક્ટર તમને A1c ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

Centers for Disease Control and Prevention (CDC) ના જણાવ્યા મુજબ જો તમારું બ્લડ સુગર લેવલ 60mg/dL કરતા ઓછું છે અથવા 300mg/dL કરતા ઉપર જાય છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

કારણકે, બ્લડ પ્રેશરનું આ સ્તર તમારા શરીરને હાનિ પહોંચાડી શકે છે.

નોંધ – અહીં આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરતા પહેલા આપ ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *