તમારે ફોનને જલ્દી ચાર્જ કરવો છે, તો અપનાવો આ સરળ ટ્રીક

By | January 10, 2021
How to Fast Charge Smartphone - Know Simple Tips

Simple Tricks to Fast Charge Smartphone

Tips for Fast Charge Smartphone – સામાન્ય રીતે આપણા સ્માર્ટફોનમાં બેટરી ઉતરી જવાથી વારે ઘડીએ ચાર્જ કરવો પડે છે. જેને કારણે ફોનને કલાકો સુધી ચાર્જમાં મૂકી રાખવો પડે છે. ઘણીવાર આપણે ઉતાવળમાં હોઈએ અને ફોનમાં ચાર્જિંગ પૂરું હોય નહીં એવામાં બેટરી ચાર્જ થવામાં ઘણો સમય લાગતો હોય છે. આમ અમુક વખત ફોન ચાર્જના થવાના ઘણા કારણો હોઈ શકે છે. તેના માટે આજે અમે અમુક ટ્રીક બતાવીશું જેનાથી આપ આપનો ફોન જલ્દીથી ચાર્જ કરી શકશો. જેનાથી આપ ફોનને ઘણા ઓછા સમયમાં જ ચાર્જ કરી શકશો અને આપનુ કામ સરળ થઈ જશે.

વોટ્સએપની પોલિસીથી નિરાશ થયેલા યૂઝર્સ ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે આ 5 એપ

Tips for How to Fast Charge Smartphone

યુએસબી (USB) થી ચાર્જ ના કરો

ઘણી વખત આપડે કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે USB કેબલથી ફોનને ચાર્જ કરતા હોઈએ છીએ. પરંતુ અમે તમને જણાવી દઈ કે કોઈપણ સ્માર્ટફોનને USB કેબલના ચાર્જથી ફોન ચાર્જ કરતા વધારે ઝડપી વીજળીથી ચાર્જ કરવાથી થાય છે.

ફોન સ્વીટ્ચ ઓફ (Switch Off) કરી દો

જ્યારે પણ તમારે ફોનની જલ્દીથી ચાર્જ કરવો હોય તો બેસ્ટ ઓપ્શન છે કે ફોનને સ્વીટ્ચ ઑફ કરી દો. આમ તો ફ્લાઈટ મોડ પર મૂકીને ચાર્જ કરો તો પણ ચાલી શકે છે. પરંતુ ફોન બંધ કરીને ચાર્જ કરવામાં આવે તો વધારે ઝડપથી ચાર્જ થાય છે. જ્યારે પણ ફોન બંધ હોય ત્યારે ફોનને સ્ક્રીન, મોશન સેન્સર, કોઈપણ એપનો યુઝ થતો નથી. જેનાથી ફોન જલ્દીથી ચાર્જ થવામાં મદદ કરશે.

ઓરીજનલ ચાર્જરથી ફોનને ચાર્જ કરો

સૌથી સારી સલાહ એ છે કે આપ ક્યારેય પણ તમારા ફોન સિવાય બીજા ફોનના ચાર્જરથી ચાર્જના કરો. કેમ કે ફોનની બેટરી માટે તેનું અસલી ચાર્જર જ તેના માટે ઉત્તમ હોય છે. તેથી જ્યારે પણ ફોન ચાર્જ કરો તો અસલી ચાર્જરથી જ ચાર્જ કરો. જેના કારણે આપનો જલ્દીથી ચાર્જ થશે અને બેટરી પણ લાંબી ચાલશે.

ફ્લાઈટ મોડ (Flight Mode) પર મુકો

આ પણ એક સરળ રીત છે જેનાથી ફોન ઝડપથી ચાર્જ થશે. ફોનને ફલાઈટ મોડમાં મુકવાથી નેટવર્ક બંધ થઈ જાય છે જેનાથી નેટવર્કની વધઘટ બંધ થઈ જાય છે અને ફોનમાં તમામ કામ બંધ હોય છે જેનાથી એનર્જી સેવ થશે અને બેટરી ચાર્જ થવામાં મદદ કરે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ