Utility

વોટ્સએપ પર આવી રીતે કરો મેસેજ શિડ્યુલ, જાણો સમગ્ર પ્રોસેસ

How to Schedule WhatsApp Messages on 2021

How to Schedule WhatsApp Messages on 2021

Whatsapp Message Schedule – આપડે મિત્રો તેમજ સગા – સંબંધીઓને સૌથી પહેલા બર્થડે કે બીજા કોઈપણ પ્રકારની શુભેચ્છા પાઠવવાની ઈચ્છા રાખીએ છીએ. તેના માટે રાત્રે 12 વાગે જાગીને વિશ કરવું કોઈ માટે સંભવ નથી હોતું. આના માટે અમે તમને બતાવીશુ કે રાત્રે 12 વાગે જાગ્યા વગર પણ આપ મિત્ર કે સબંધીને બર્થડે વિશ કરી શકો છો. આ ટ્રિક આપ વોટ્સએપ મેસેજ સિડ્યુલ (Schedule Whatsapp Messages) ના માધ્યમથી કરી શકો છો. આપની જાણકારી માટે બતાવી દઈ કે હાલ વોટ્સએપની ઓફિશ્યિલ એપ પર આ પ્રકારની કોઈ સુવિધા નથી. પરંતુ તમે એક થર્ડ પાર્ટી એપની મદદથી મેસેજને શિડ્યુલ કરી શકો છો. તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર મેસેજ શિડ્યુલ કરી શકાય.

ભૂલથી પણ ડાઉનલોડ ન કરતાં આ 7 એપ્સ, મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ જશે

ધ્યાન રાખજો આ શરતો – નહીં તો વોટ્સએપ એકાઉન્ટ થશે ડિલીટ, જાણો વિગત

એન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ શિડ્યૂલ કેવી રીતે કરશો – How to Schedule WhatsApp Messages on Android

જેમ પહેલા જણાવ્યું તેમ કે વોટ્સએપની ઓફિશ્યિલ એપમાં આવું કોઈ ફીચર નથી. પરંતુ આપ એક એન્ડ્રોઇડ યુઝર્સ છો તો વોટ્સએપ મેસેજને આપ શિડ્યુલ કરી શકો છો. એના માટે એન્ડ્રોઇડની SKEDit એપ આપના માટે કામની છે. તો ચાલો જાણીએ કે આ એપની મદદથી કેવી રીતે મેસેજ શિડ્યુલ કરવો.

સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને SKEDit એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.

એપ ઓપન કર્યા પછી તમારે સૌથી પહેલા તેમાં લોગઈન કરવું આવશ્યક રહેશે.

લોગઈન કર્યાં પછી મેઈન મેનુમાં વોટ્સએપ પર ક્લિક કરો.

ત્યારબાદ, એપ તમારી પાસે અમુક પરમિશન માંગશે જે આપે આપવાની રહેશે. હવે Enable Accessibility પર ક્લિક કરો પછી SKEDi એપ પાછા જાઓ અને ટોગલ ઓન કરી દો. છેલ્લે તમારે Allow પર ટેપ કરવું પડશે.

હવે તમારે એપમાં સૌથી પહેલા જેને મેસેજ કરવો છે, એને સિલેક્ટ કરો અને મેસેજ લખવાનો રહેશે. ત્યારબાદ જે તારીખે મેસેજ મોકલવા માંગતા હોય એ તારીખ અને સમય સેટ કરવાનો રહેશે. અહીં તમને એકે વિકલ્પ એ પણ આપવામાં આવશે કે બીજી વાર મેસેજ મોકલવા માંગો છો કે નહીં.

નીચે તમને એક ઓપ્શન Ask Me Before Sending આપવામાં આવ્યો છે. જો આપ વિકલ્પ ઓન (on) કરો છો તો, મેસેજ મોકલતા પહેલા તમને એક નોટિફિકેશન આપશે જેના પર ક્લિક કર્યા પછી તમારો શિડ્યુલ કરેલો મેસેજ સેન્ડ (Send) થશે. પરંતુ આપ આ વિકલ્પને બંધ (off) પણ રાખી શકો છો, જે વગર નોટિફિકેશને આપનો મેસેજ સેન્ડ (Send) કરી દેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ