Sports News

ICC Test Ranking – વિશ્વમાં ટોચનો ક્રમાંક ધરાવતો વિકેટકીપર બન્યો રીશભ પંત

ICC Test Ranking - Rishbh Pant is now worlds best ranking keeper

ICC Test Ranking

ઓસ્ટ્રેલિયા સામે બ્રીસ્લેનમાં રમાયેલી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરીને ભારતને સિરીઝ જીતાડનારા રિષભ પંતે ICC Cricket Ranking માં પણ પોતાનું નામ કરી દીધું છે. રિષભ પંત હવે વિશ્વમાં સૌથી ટોચની રેન્કિંગ (icc test ranking) ધરાવતો વિકેટકીપર બની ગયો છે. બ્રિસબેનમાં 89 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમાનારો પંત આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 13મા ક્રમે પહોંચી ગયો છે જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ ક્રમાંક છે. પંતે મેચના અંતિમ દિવસે જોરદાર બેટિંગ કરને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો.

WhatsApp પોલિસી ઈફેક્ટ – 82 ટકા લોકો વોટ્સએપ છોડવા તૈયાર

પીએમ નરેન્દ્ર મોદીથી લઈને દિગ્ગજ ક્રિકેટરોએ આ રીતે આપ્યા ભારતીય ટીમને અભિનંદન

આમ, ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. પંતને 691 પોઈન્ટ મળ્યા છે. જ્યારે તેના પછી શ્રેષ્ઠ રેન્કિંગ ધરાવતા વિકેટકીપરમાં સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડીકોક છે જે 15મા ક્રમે છે.

બ્રિસબેન ટેસ્ટના પ્રથમ દાવમાં સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે. આમ બેટિંગ રેન્કિંગમાં લાબુશેન ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. વિરાટ કોહલીના 862 પોઈન્ટ છે જ્યારે માર્નસ લાબુશેનના 878 પોઈન્ટ છે.

ભારતના યુવાન ઓપનર શુભમન ગિલે 68મા ક્રમાંકેથી 47મા ક્રમાંકે પહોંચી ગયો છે. ચોથી ટેસ્ટમાં તેણે બીજા દાવમાં 91 રનની શાનદાર ઈનિંગ્સ રમીને ભારતને ત્રણ વિકેટે વિજય અપાવ્યો હતો. ચેતેશ્વ પૂજારાને પણ સાતમાં ક્રમે આવી ગયો છે.

બોલિંગ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ આગળ

આ સિરીઝમાં ઝડપી બોલર અને સ્ટાર ખેલાડી તરીકે મોહમ્મદ સિરાજ પણ ઉભર્યો છે. તેણે બ્રિસબેનમાં બીજા દાવમાં પાંચ વિકેટ સહિત કુલ છ વિકેટ ઝડપી હતી. જે બોલિંગ રેન્કિંગમાં 32 સ્થાનનો ફાયદો થયો છે અને 45મા ક્રમે આવી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવૂડે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉધીને પાછળ રાખીને ચોથું સ્થાન મેળવી લીધું છે. તેણે કુલ છ વિકેટ ઝડપી હતી જેમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.

બેટિંગમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન ટોચના સ્થાને છે જ્યારે બોલિંગ રેન્કિંગમાં પેટ કમિન્સ નંબર વન બોલર છે. ભારત સામે રમાયેલી સિરીઝમાં કમિન્સનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તે મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.

બેટિંગમાં વિલિયમ્સન પ્રથમ

ટોપ-5 બેટ્સમેનોમાં પ્રથમ ક્રમે વિલિયમ્સન, બીજા ક્રમે સ્ટિવ સ્મિથ, ત્રીજા ક્રમે માર્નસ લાબુશેન, ચોથા સ્થાને વિરાટ કોહલી જયારે પાંચમા ક્રમે જો રૂટ છે.

બોલિંગમાં કમિન્સ ટોચ પર

બીજી બાજુ બોલિંગમાં કમિન્સ બાદ બીજા ક્રમે સ્ટુઅર્ટ બ્રોડ, ત્રીજા ક્રમે નિલ વેગનર, ચોથા ક્રમે જોશ હેઝલવૂડ અને પાંચમાં ક્રમે ટિમ સાઉધી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ