Utility

સરકારે TikTok, UC Browser સહીત 59 એપ્સ પર કાયમ માટે મુક્યો પ્રતિબંધ

India TikTok Ban Permanent, other 59 Apps - Report

India TikTok Ban Permanent, other 59 chinese Apps

દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયા પછી ઘણા દેશોએ ચાઈનીઝ એપ્સ પર બેન મુક્યો છે. ત્યારે ભારતે પણ સેંકડો ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. આમાંથી ટિક્ટોક એક લોકપ્રિય એપ હતી. આ એપ્સ પર પ્રતિબંધ મુક્યા પછી ખબર એવી પણ આવી રહી હતી કે આ એપ્સ ફરીથી ભારતમાં આવી રહી છે.

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હવે TikTok, WeChat, UC Browser, PUBG સહીત 59 એપ્સ પર હંમેશા માટે પ્રતિબંધ મુક્યો છે. એટલે કે હવે આ એપ્સને ફરી પાછા આવવાની આશા હવે શૂન્ય બરાબર છે.

ભારત સરકારે આ એપ્સને છેલ્લા જૂન મહિનામાં ટેમ્પરરી પ્રતિબંધ મુક્યો હતો. જેના પછી આ એપથી યુઝર્સનો ડેટા કલેક્ટ કરવા અંગે કંપની પાસે જવાબ માંગ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કંપની તરફથી બરાબર જવાબના મળતા મિનિસ્ટરી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ હંમેશા માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

અત્યાર સુધીમાં સરકારે 200થી વધારે એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. જેમાંની એક પોપ્યુલર ગેમ PUBG મોબાઈલ પણ છે. આમ કાયમી પ્રતિબંધ પછી PUBG Mobile ભારતમાં ફરી પુનરાગમન માટે પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આરટીઆઈના જવાબમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારે હજી સુધી તેને ફરીથી લોંચ કરવાની કોઈપણ મંજૂરી આપી નથી.

ટિકટોકની પેરેન્ટ કંપની, બાઇટ ડાન્સ (ByteDance) માં કામ કરતા સેંકડો કર્મચારીઓના ભવિષ્ય પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ટિકટોક પરના હંગામી પ્રતિબંધ બાદ કંપનીએ આ તમામ કર્મચારીઓને રાખ્યા હતા. તમને જણાવી દઈએ કે તે તમામ કંપનીઓ વૈશ્વિક કામગીરી પર કામ કરી રહ્યા હતા. હવે જોવું રહ્યું કે દેશમાં આ એપ્સ પર કાયમી પ્રતિબંધ મુકાયો છે ત્યારે આ કંપનીઓ શું કરે છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેઓ ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. છેલ્લા જૂન મહિનામાં પ્રતિબંધ મુક્યા બાદ ટિક્ટોક એવી કંપની હતી જે સરકારની દરેક ગાઈડલાઈન પ્રમાણે કામ કરતી હતી. ટિક્ટોક સ્થાનિક કાયદા મુજબ કામ કરી રહી છે. તે ભારત સરકાર દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલના જવાબ આપશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ