છેલ્લાં ઘણા દિવસથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં બીએસઈ ઈન્ડેક્સ 47,409 પર અને અને નિફટી 13,967 પર બંધ રહ્યો હતો. વેચવાલી અને અંદાજપત્રને (બજેટ) કારણે ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં સેન્સેક્સ 3000, નિફટી 900 પોઈન્ટ તૂટ્યો છે. જાણીતી કંપની શેરખાને રોકાણકારોને એવા 10 સ્ટોકમાં રોકાણ (best stocks to invest in) કરવાની ભલામણ કરી છે. આ બ્રોકરેજ કંપનીનું કહેવું છે કે આ 10 શેરમાં 37 ટકા જેટલું રિટર્ન મેળવી શકો છો. ચાલો જાણીએ એવા 10 ક્યાં સ્ટોક છે.
Best 10 Stocks to Buy
સેન્ચુરી પ્લાયબોર્ડસ
આ શેરમાં એક વર્ષ માટે 295 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે. અત્યારે શેરનો ભાવ 265 રૂપિયાના ભાવે ચાલી રહ્યો છે. આ વખતે એર્ફોડેબલ હાઉસીંગ પર ભાર મુકી રહી છે જેની સાથે રાજય સરકારો પણ હાઉસીંગ પર ફોકસ કરી રહી છે જેનો ફાયદો સેન્ચુરી પ્લાયબોર્ડને ફાયદો મળી શકે છે.
માસ્ટેક
આ શેરમાં 1300 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. અત્યારે શેરનો ભાવ 1122 ચાલી રહ્યો છે. કંપનીનો આઉટલૂક પોઝિટિવ છે અને બ્રિટનના પ્રાઇવેટ સેકટરમાં રિકવરી પછી કંપનીનો ગ્રોથ થવાની આશા છે.
અરવિંદ લિમિટેડ
આ શેરનો ભાવ 52 રૂપિયાની આજુબાજુ છે. 68 રૂપિયાનો લક્ષ્યાંક રાખીને ખરીદી શકાય. આંતરારાષ્ટ્રીય બજારોમાં ઇન્ડિયન ટેકસટાઇલને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેનો ફાયદો અરવિંદ લિમિટેડને મળશે.
રેપ્કો હોમ ફાયનાન્સ
આ શેરનો ભાવ 243 રૂપિયા ચાલે છે. 330 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાય. હાઉસીંગ સેકટરમાં જેવી રિકવરી જોવા મળશે તેવો કંપનીનો પ્રોફિટ માર્જિન વધી જશે. કંપનીની એસ્સેટ પણ સારી છે.
એસઆરએફ લિમિટેડ
આ શેરનો ભાવ 5460ની આજુબાજુ છે. રૂપિયા 6760નો ટાર્ગેટ રાખીને એસઆરએફનો શેર ખરીદી શકાય. કંપનીએ સ્પેશિયાલિટી કેમિકલ્સ બિઝનેસમાં રોકાણ વધારી રહી છે. જેને કારણે કંપનીનું અર્નીંગ વધશે.
ટાઇટન કંપની
આ શેરનો ભાવ અત્યારે 1446 રૂપિયા ચાલી રહ્યો છે. રૂપિયા 1710ના લક્ષ્યાંક સાથે શેરની ખરીદી કરવી જોઇએ. આ શેર 18 ટકા વળતર આપી શકે. લગ્નસરાની સિઝનને કારણે દેશમાં જવેલરી ડિમાન્ડ વધશે. કંપનીનો આઇવેર બિઝનેસ પણ વધ્યો છે.
ટાટા કન્ઝયૂમર પ્રોડકટસ
આ શેરનો ભાવ 567ની આજુબાજુ ચાલી રહ્યો છે. રૂપિયા 685નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. કંપની 2023 સુધી 23 ટકા ગ્રોથ કરી શકે છે. એક વર્ષમાં 20 ટકા રિર્ટન મળી શકે છે.
એચસીએલ ટેકનોલોજી
રૂપિયા 1250નો ટાર્ગેટ રાખીને શેરમાં ખરીદી કરી શકાય. અત્યારે શેરનો ભાવ 947 રૂપિયા ચાલી રહ્યો છે. કંપનીએ ડિજીટલ ટ્રાન્સર્ફોમેશન પર મોટો ખર્ચ કરેલો છે. કંપનીને ઘણા ઓર્ડર મળેલા છે અને કેટલાંક પાઇપ લાઇનમાં છે. આ શેરમાં 31 ટકા જેટલું રિટર્ન મળી શકે.
એચપીસીએલ
હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ના શેરનો ભાવ 219 રૂપિયા ચાલી રહ્યો છે. રૂપિયા 275ના ટાર્ગેટ સાથે આ શેર ખરીદી શકાય. કંપની રિફાઇનરીનો વિસ્તાર મુંબઇ અને વિઝાગમાં કરી રહી છે. રાજસ્થાનમાં પણ નવી રિફાઇનરી સ્થાપી રહી છે.
વિનતી ઓર્ગેનિકસ
આ શેરનો ભાવ 1194 ચાલી રહ્યો છે. 1550 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. કંપનીના નવા 12 પ્રોજેકટસ પાઇપલાઇનમાં છે અને કેમિકલ સેકટરમાં નિકાસની શકયતા ખાસ્સી એવી વધી છે.
નોંધ- આ માહિતી આપની જાણ માટે છે. રોકાણ કરતી વખતે તમારા એકસ્પર્ટની સલાહ અવશ્ય લો.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ