Business Utility

જિયોના આ પ્રીપેડ પ્લાન્સમાં મળશે રોજ 3જીબી ડેટા, જાણો લિસ્ટ

Reliance Jio 349, 401, 999 Prepaid Plans - Offer 3GB Per Day Data

Reliance Jio 3GB Prepaid Plans 2021 List

રિલાયન્સ જિયોના આવ્યા પછી ટેલિકોમ સેક્ટરમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. જિયોના ટેલિકોમ સેક્ટરમાં આવવાથી દેશમાં 4જી ડેટાની માંગ વધી રહી છે. હાલમાં દરેક ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને સસ્તા ડેટા પ્લાન્સ આપવાની કોશિશ કરી રહ્યા છે. અમે તમને Jio Prepaid Plans List 2021 વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને મળશે દરરોજ 3જીબી ડેટા.

મેન્શન હાઉસમાં વરુણ – નતાશાના લગ્ન – એક રાતનું ભાડું જાણી ચોંકી જશો

Reliance Jio 3GB Prepaid Plan List 2021

Jio Rs 349 Prepaid Plan

જિયોના 349 રૂપિયા પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો ગ્રાહકને રોજનો 3જીબી ડેટા મળે છે. સાથે 3જીબી ડેટાની લિમિટ પુરી થયા પછી સ્પીડ ઘટીને 64kbps થઈ જશે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આમ આ પ્લાનમાં ગ્રાહકને ટોટલ 85જીબી ડેટા મળશે. આ પ્રીપેડ પેકમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100SMS પણ મળે છે. સાથે જીઓ એપ્સ સબસ્ક્રિપ્શન પણ ફ્રી માં ઓફર કરે છે.

Jio Rs 401 Prepaid Plan

401 રૂપિયાનો આ પ્લાન પાછલા વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં IPL સીઝનમાં લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં 3જીબી ડેટા સાથે 28 દિવસની વેલિડિટી મળે છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકને 6જીબી એક્સ્ટ્રા ડેટા પણ ઓફર કરવામાં આવે છે. આ કિસ્સામાં ગ્રાહકને 28 દિવસમાં કુલ 90 જીબી ડેટા બેનિફિટ મળે છે. એના સિવાય અનલિમિટેડ કોલિંગ અને રોજ 100SMS પણ મળશે. સાથે જિયો એપ્સ સબસ્ક્રિપ્શન ફ્રી માં મળશે.

આ પ્લાનની ખાસ વાત એ છે કે Disney+ Hotstar VIP સબસ્ક્રિપ્શન મળે છે. આ પેકમાં 399 રૂપિયાની કિંમતનું OTT પ્લૅટફૉર્મ સબસ્ક્રિપ્શન ગ્રાહકને ફ્રી માં આપવામાં આવે છે.

Jio Rs 999 Prepaid Plan 2021

કંપનીના 999 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો રોજનો 3જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળે છે. આમ યુઝર્સને ટોટલ 252જીબી ડેટા મળે છે. આ પ્રીપેડ પેકમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100SMS પણ ઓફર કરે છે. સાથે પ્લાનમાં જિયો એપ્સ સબસ્ક્રિપ્શન પણ ફ્રી માં ઉપલબ્ધ કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ