Gujarat News

ઉત્તરાયણની ગાઈડલાઈન – નો ડીજે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત

Kite Festival 2021 Guideline: Mask and Social Distance Compulsory

Kite Festival 2021 Guideline – ગુજરાતમાં હવે ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો નથી, પરંતુ ગાઈડલાઈનનું ચોક્કસ પાલન કરવું પડશે.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક ધાબાની સાઈઝ અલગ – અલગ હોવાથી ધાબા પર કેટલા વ્યક્તિ રહી શકે તેની સંખ્યા નક્કી કરી શકાય તેમ નથી. જ્યારે બીજી બાજુ 1.25 લાખ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલ છે. અને ટર્નઓવર 625 કરોડ રૂપિયા છે તેથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ.

વોટ્સએપ પર આવી રીતે કરો મેસેજ શિડ્યુલ, જાણો સમગ્ર પ્રોસેસ

સરકારે સલાહ આપી છે કે પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.

ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન – Kite Festival 2021 Guideline

– ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે.

– 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે.

– માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.

– ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ રહેશે.

– પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં.

– ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં.

– મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં.

– ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે.

– લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ