Govt Jobs

CISFમાં મેગા ભરતી – 690 પદો માટે થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા

CISF ASI Recruitment 2021 - Apple online for 690 posts

CISF ASI Recruitment 2021

CISF ASI Recruitment 2021 – સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા એએસઆઈ (ASI) ના 690 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નોટિફિકેશન માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો CISFની સતાવાર વેબસાઈટ https://www.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2021 છે. ત્યારબાદ અરજી થઈ શકશે નહીં.

ભૂલથી પણ ડાઉનલોડ ન કરતાં આ 7 એપ્સ, મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ જશે

આ ભરતી (CISF ASI Recruitment 2021) એવા ઉમેદવારો માટે છે જે કોન્સ્ટેબલ, જીડી કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની નોકરી કરી રહ્યા છે. વધુ માહિતી માટે આપે ઓફિશિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી શકશો. ભારતીને લગતી તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યુઝ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરો.

અરજી માટેની તારીખો

– 4 જાન્યુઆરી 2021થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
– ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2021 છે.

શૈક્ષણિક લાયકાત

CISF ASI Recruitment પદો પર ભરતી માટે ઉમેદવારોની પાસે ગ્રેજ્યૂએશનની ડિગ્રી કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુ જાણકારી ઓફિશિયલ વેબસાઇટથી મેળવી શકે છે.

આવી રીતે કરો શકશો અરજી

– અરજી કરવા માટે સૌથી પહેલા CISFની ઓફિશિયલ વેબસાઇટ (https://www.cisf.gov.in) પર જાઓ.
– ત્યારબાદ એડમિટ એપ્લાય લિંક પર ક્લિક કરો.
– પોતાની પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરો.
– અંતમાં ફોર્મ ફી જમા કરીને તેની એક કોપી પોતાની પાસે રાખી લો.

કેવી હશે પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સના વેરિફેકશન બાદ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment